- દુબઇથી હવાલા સાથે યુએસડીટીનું કામ કરતા અનસના મિત્ર મંડળ પર પણ તવાઇ આવશે
- બુર્જ ખલીફામાં રહેતો અનસ નવાબી શોખ રાખતો હોવાની પણ ચર્ચા
- સુરતના અડાજણ અને અન્ય વિસ્તારોમાં કોણ-કોણ વોન્ટેડ ચીટર અનસના સંપર્કમાં છે અને કોણ-કોણ તેના સાથે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ છે તે અંગેની તપાસ શરૂ કરાઇ?
(સિટી ટુડે) સુરત,તા.૨૪
સુરતના ગ્લોબલ માર્કેટમાં કરોડો રૂપિયાનું ઉઠમણું કરી ભગોડાની જેમ દુબઇ ભાગી ગયેલો અનસ સામે વરાછા પોલીસ મથકમાં ગુના રજી.નં.૧૧૨૧૦૦૬૦૨૨૧૨૪૯/૨૦૨૨થી ઇ.પી.કો. કલમ ૪૦૯, ૪૨૦, ૫૦૬-બ, ૧૨૦-બી તથા ૩૪ મુજબના ગુનામાં વોન્ટેડ ચીટર અનસ હાલ દુબઇમાં ડુપ્લીકેટ અરબ બની ફરતો અને સુરત સહિત ગુજરાતમાં યુએસડીટીના ફ્લેશનું બક્કલ મારી ભપકા મારતો ગુજરાત અને સુરતના અડાજણ વિસ્તારમાં ચીટરટોળકીના સંપર્કમાં રહી અનેક લોકોને યુએસડીટીના નામે છેતરી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, આવનારા દિવસમાં અનસ સામે વધુ એક ગુનો નોંધાય તેવા પણ ચક્રોગતિમાન થયા છે. સુરત પોલીસ કમિશનર દ્વારા હવાલા તથા યુએસડીટીના નામે ચીટીંગ કરનારાઓ સામે કડક પગલા ભરવામાં આવે તેવા આદેશ બાદ સુરત પોલીસ અનસના મળતીયાઓ સહિત કોના-કોના સામે ગુનો દાખલ થાય તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે.