મકબુલ ડોકટરની ધરપકડ બાદ સુરત શહેરના હવાલાબાજાે અને યુએસડીટીનું કામ કરતા બોગસ વેપારીઓને જવાબ લખાવવા એસઓજીએ નોટીસ ફટકારી હોવાની ચર્ચા
(સિટી ટુડે) સુરત,તા.૨૫
સુરત શહેરમાં હાલ જે રીતે બીલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા હવાલાબાજાે અને યુએસડીટીનું કામ કરતા બોગસ વેપારીઓ તથા સંખ્યાબંધ સીમકાર્ડો દુબઇ મોકલનારાઓ સહિત બેંક અકાઉન્ટો ભાડે આપનારાઓ સામે પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સુરત શહેરના ભાગાતળાવ સીંધીવાડમાંથી પકડાયેલા ૧૦૦ કરોડના હવાલા કૌભાંડમાં મકબુલ ડોકટરની ધરપકડ બાદ સમગ્ર શહેરમાં જાણે કૌભાંડીઓની ઉંધી ગણતરી શરૂ થઇ ગઇ હોય તેમ અનેક દુબઇ કનેકશનવાળા લોકો સામે એસઓજીએ તપાસ દરમિયાન કનેકશન બહાર આવતા નોટીસો મોકલી હોવાનું જાણવા મળી રહ્યું છે. ૩૫-૪૦ જેટલા લોકોને નોટીસ ફટકારતા સુરત શહેરના અનેક કૌભાંડીઓમાં ફફડાટ જાેવા મળી રહી છે. જાેકે કેટલાક કૌભાંડીઓ હાલ ભારત છોડી દુબઇ ભાગી ગયા હોવાનું બહાર આવી રહ્યું છે. આવનારા દિવસોમાં સુરત પોલીસની કામગીરીને લઇ અનેક મોટા નામો અને મોટા ખુલાસાઓનો પર્દાફાશ થશે.
- કરોડો રૂપિયાનું ઉઠમણું કરનાર ચીટર અનસ સામે પોલીસ કમિશનરને વધુ એક ફરીયાદ
ટેક્ષટાઇલ માર્કેટમાં કરોડો રૂપિયાનું ઉઠમણું કરી દુબઇ ભાગી ગયેલા ચીટર અનસ સામે પોલીસ કમિશનરમાં પુરાવાઓ સહિત વધુ એક ફરીયાદ કરવામાં આવી છે. અનસના પાકિસ્તાન કનેકશન અંગે પણ તપાસ થવી જરૂરી છે. આવનારા દિવસોમાં સુરત પોલીસ અનસને બુર્જ ખલીફાથી લાજપોર જેલનો સફર કરાવશે તેવાત નકારી શકાય તેમ નથી.