સૈયદપુરામાં આવેલ બીએસએનએલમાં કામ કરતી નિવૃત્ત મહિલા કર્મચારીના ફ્લેટનો સોદો કેન્સલ થઇ ગયા બાદ પણ કબજાે પાછો નહિં આપનાર દલાલ સહિત પતિ-પત્નિ વિરુદ્ધ ફરીયાદ દાખલ
(સિટી ટુડે) સુરત,તા.૨૬
લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલ સૈયદપુરા વિસ્તારમાં રશીદા શેખ નામની બીએસએનએલના નિવૃત્ત કર્મચારીના ફ્લેટનો નવસારી ખાતે જઇ ઇમ્તિયાઝ અલ્લારખા શેખ તથા તેમની પત્નિ અને દલાલીનો કામ કરતા આસીફ રંગુનીએ અગિયાર લાખ રૂપિયામાં ફ્લેટનો સોદો કર્યા બાદ પાંચ લાખ રૂપિયા આપી બાકીના છ લાખ રૂપિયા છ મહિના પછી આપવાની બાંહેદારી આપી હતી ત્યારબાદ સમય મર્યાદા પુરી થતાં બાકીના છ લાખ રૂપિયા આપી નહિં શકતા સોદો કેન્સલ કરવામાં આવ્યો હતો. તે સમયે ફરીયાદી તથા આરોપી વચ્ચે માથાકુટ થતાં ફ્લેટનું લખાણ કેન્સલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માનવતાના ધોરણે ફરીયાદી રશીદા શેખ દ્વારા ૧૧ મહિના ભાડા કરાર સાથે આરોપીઓને ભાડે રહેવા મંજુરી આપી હતી. ત્યારબાદ આરોપીઓની દાનત ખરાબ થતાં આરોપીઓએ ફ્લેટનો કબજાે પાછો ન આપતા ફરીયાદી દ્વારા લાલગેટ પોલીસ મથકમાં કલમ ઇ.પી.કો. મુજબ ૪૦૯, ૪૨૦, ૪૫૨, ૫૦૬-બ, ૧૨૦-બી તથા ૩૪ મુજબની ફરીયાદ દાખલ કરાવવામાં આવી હતી.