મુંબઈ, તા.૨૭
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા ચૌધરી રાકેશ ટિકૈત પ્રયાગરાજ પહોંચ્યા, જ્યાં ખેડૂતોએ તેમનું સ્વાગત કર્યું. ભારતીય કિસાન યુનિયનનેતાએ કહ્યું કે અહીં વીજળીની મોટી સમસ્યા છે. સરકાર કહે છે કે મફત વીજળી આપશે પરંતુ મીટર લગાવવામાં આવી રહ્યા છે. માત્ર વીજળી જ નહીં પરંતુ લઘુતમ સમર્થન મૂલ્ય વિશે પણ રાકેશ ટિકૈતે પોતાની વાત કહી.
પ્રયાગરાજના મુંડેરામાં ભારતીય કિસાન યુનિયનની મહાપંચાયતનું આયોજન થઈ રહ્યું છે, જેના માટે સવારથી જ ભીડ એકઠી થઈ ગઈ. આ મહાપંચાયતમાં ભાગ લેવા માટે અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો પહોંચ્યા. જેવા ચૌધરી રાકેશ ટિકૈત મહાપંચાયતમાં પહોંચ્યા કે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ મહાપંચાયત વળતર, જમીન સંપાદન અને સિંચાઈ સહિત ખેડૂતોની વિવિધ સમસ્યાઓને લઈને આયોજિત કરવામાં આવી છે.
રાકેશ ટિકૈતે કહ્યું કે વિસ્તારમાં વીજળીની મોટી સમસ્યા છે. સરકાર કહે છે કે મફત વીજળી આપશે, પરંતુ મીટર લગાવવામાં આવી રહ્યા છે. માત્ર વીજળી જ નહીં પરંતુ પાકના લઘુતમ સમર્થન મૂલ્ય વિશે તેમણે કહ્યું કે આ પણ એક સમસ્યા છે. ઘણી સમસ્યાઓ છે, જેને લઈને તેઓ ધરણા પર બેઠા છે. તેમણે કહ્યું કે વિસ્તારમાં રખડતા પશુઓની પણ મોટી સમસ્યા છે.
ખેડૂતોની સાથે સાથે તેમણે સલમાન ખાન વિશે પણ કહ્યું કે એક સૉરી કહેવાથી કોઈ મોટું નાનું થતું નથી. સૉરી કહેવાથી જીવ બચી જાય તો શું વાંધો છે. તેમનો સમાજ (બિશ્નોઈ સમાજ) છે. કંઈક કહી રહ્યો છે તો માની લેવું જાેઈએ. સૉરી કહેવાથી કોઈ મોટું નાનું થતું નથી.
સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ તરફથી કેટલીય વાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જેને જાેતાં છેલ્લા દિવસોમાં અભિનેતાની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
આ જ વિશે હવે મુક્તિધામ પીઠાધીશ્વર મુકામ રામાનંદજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં તેમણે કહ્યું કે જાે સલમાન બિશ્નોઈ પાસેથી માફી માંગી લે તો લૉરેન્સને પણ એ જ સલાહ આપવામાં આવશે કે તે સમાજ સમક્ષ પોતાની ભૂલ સ્વીકારે અને માફી માંગે. બાબા સિદ્દીકીથી અમને મતલબ નથી, ડર તો સલમાનને પહેલાં પણ હતો, આજે પણ છે.