સુરત,તા.૨૭
દેશમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત છે, ત્યાં જ હવે હોટલોને ઉડાવવાની ધમકી મળવાનું શરૂ થયું છે. ગઈકાલે રાજકોટની ૧૦ હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યા બાદ આજે (૨૭ ઓક્ટોબર) સુરતના ડુમસ રોડ પર આવેલી લે મેરિડીયન સહિત ૭ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની આપી હતી. ૫૫,૦૦૦ ડોલર (૪૬ લાખ)ની માગ સાથે ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો હતો. ત્યાર બાદ ગોવાથી વડોદરા જતી ફ્લાઈટને પણ ઉડાવી દેવાની ધમકી મળી હતી. જાેકે, આ ફ્લાઈટને સુરત ડાયવર્ટ કરાઈ છે અને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આવતીકાલે સ્પેન અને દેશના વડાપ્રધાન વડોદરાની મુલાકાતે છે, ત્યારે આજે ગોવાથી વડોદરા આવતી ફ્લાઈટને સુરત ડાયવર્ટ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેથી સિક્યોરિટી રિઝનના કારણે આ ફ્લાઈટને સીધી સુરત ડાયવર્ટ કરવામાં આવી છે. જાેકે, ફ્લાઈટ સુરત એરપોર્ટ પહોંચતા જ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. વડોદરા એરપોર્ટ પર રવિ, સોમ અને શુક્રવારના રોજ અઠવાડિયામાં ૩ દિવસ ગોવાથી વડોદરા આવતી હોય છે અને ત્યાર બાદ પરત ગોવા ફરતી હોય છે, ત્યારે આજે ગોવાથી ફ્લાઈટ વડોદરા ન પહોંચી ન હતી અને તેને ડાયવર્ટ કરવામાં આવી હતી. જાેકે, આ અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સિક્યોરિટી રિઝનના કારણે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. ઇન્ડિગો એરલાઇન્સની આ ફ્લાઈટ કેન્સલ થતાં વડોદરાથી ગોવા જતાં મુસાફરો અટવાયા હતા. રાજકોટ બાદ સુરતમાં પણ જે હોટલમાં ક્રિકેટર રોકાતા હોય છે તે લે મેરિડીયન હોટલ સહિત શહેરની સાત હોટલને બોમ્બથી ઉડવાની ધમકી મળી હતી. ડુમસ રોડ પર આવેલી લે મેરેડિયન હોટલને ૫૫,૦૦૦ ડોલર આપો નહીં તો બોમ્બથી ઉડાવી દેવાની મેલમાં ધમકી આપવામાં આવી હતી. જાેકે, હાલ આ હોટલમાં સિનિયર સુપર વુમન ક્રિકેટ લીગની મહિલા ક્રિકેટરો રોકાઈ છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા કાફલો ઘટના સ્થળ પહોંચ્યો હતો.
