સુરત, તા.૨૭
દેશમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત છે, ત્યાં જ હવે હોટલોને ઉડાવવાની ધમકી મળવાનું શરૂ થયું છે. ગઈકાલે રાજકોટની ૧૦ હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યા બાદ આજે (૨૭ ઓક્ટોબર) સુરતના ડુમસ રોડ પર આવેલી લે મેરિડીયન સહિત ૭ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની આપી હતી. લે મેરિડીયન હોટલને ૫૫,૦૦૦ ડોલર (૪૬ લાખ)ની માગ સાથે ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો હતો.
રાજકોટ બાદ સુરતમાં પણ જે હોટલમાં ક્રિકેટર રોકાતા હોય છે તે લે મેરિડીયન હોટલ સહિત શહેરની સાત હોટલને બોમ્બથી ઉડવાની ધમકી મળી હતી. ડુમસ રોડ પર આવેલી લે મેરેડિયન હોટલને ૫૫,૦૦૦ ડોલર આપો નહીં તો બોમ્બથી ઉડાવી દેવાની મેલમાં ધમકી આપવામાં આવી હતી. જાેકે, હાલ આ હોટલમાં સિનિયર સુપર વુમન ક્રિકેટ લીગની મહિલા ક્રિકેટરો રોકાઈ છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા કાફલો ઘટના સ્થળ પહોંચ્યો હતો. ડુમસ પોલીસ, ક્રાઇમબ્રાન્ચ, ડોગ અને બોમ્બ સ્કવોડ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી હતી. જાેકે, સાડા ચાર કલાકના ચેકિંગ દરમિયાન પોલીસને કંઈ શંકાસ્પદ ન મળી આવતા હાશકારો અનુભવ્યો હતો.
આ અંગે ડુમસ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.વી. ભરવાડે જણાવ્યું હતું કે, એક લે મેરિડીયન હોટલના સ્ટાફ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, એક મેલ આવ્યો છે. જેમાં બોમ્બ મુકવામાં આવ્યો છે. આ અંગે જાણ થતાં અમે મ્ડ્ઢજીની ટીમો, કંટ્રોલ, અન્ય ઉપરી અધિકારીઓ તથા ર્જીંય્ અને ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી હતી. અને કાળા કલરની બેગમાં બોમ્બ મુકવામાં આવ્યો અને ૫૫,૦૦૦ ડોલર આપો નહીં તો બોમ્બથી ઉડાવી દઇશું તેવી ધમકી આપી હતી. બોમ્બ બ્લાસ્ટની ધમકી જે આઇડી દ્વારા આપવામાં આવી તેની તપાસ ચાલી રહી છે.
આ મામલે હોટલ મેનેજર ઉન્ની ક્રિષ્નને જણાવ્યું હતું કે, આજે સવારે ૫ઃ૦૮ વાગ્યા આસપાસ એક મેલ આવ્યો હતો. જેમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી. જે બાદ અમે કંટ્રોલ રૂમ અને ર્જીંય્ ટીમને જાણ કરી હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમના દ્વારા ક્લિયરન્સ આપી દેવામાં આવ્યું છે. જેથી આ એક ફેક મેલ છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (૨૬ ઓક્ટોબર) રાજકોટની ૫ સ્ટાર હોટલો સહિત ૧૦ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળ્યો હતો. શહેરની ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ, હોટલ ગ્રાન્ડ રેજન્સી સહિતની હોટલને એકસાથે ધમકી ભર્યો મેલ આવ્યો છે. ક્રિક્રેટરો જ્યાં રોકાય છે એ હોટલનો પણ આ ધમકીમાં સમાવેશ છે. જે ૧૦ હોટલને ધમકી મળી એ સિવાયની હોટલમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તકેદારીના ભાગરૂપે પોલીસનું રાજકોટની તમામ મોટી હોટલમાં ચેકિંગ કર્યું હતું. હોટલોને ૧૨ઃ૪૫ કલાકે મળેલો ઇ-મેલ કેન દિન નામના સેન્ડરે મોકલ્યો હતો. જેમાં લખ્યું છે કે, આઈ પ્લેસ્ડ બોમ્બ્સ ઇન એવરી લોકેશન ઓફ યોર હોટલ. ધ બોમ્બ્સ વિલ ગો ઓફ ઈન અ ફયુ અવર્સ, મેની ઈનોન્ટ લાઇવ્સ વિલ બી લોસ્ટ ટુડે, હરીઅપ એન્ડ ઇવેક્યુએટ ધ હોટલ…. મેં તમારી હોટેલના દરેક સ્થળે બોમ્બ મુક્યા છે, બોમ્બ થોડા કલાકોમાં ફૂટશે. આજે અનેક નિર્દોષના જીવ જશે, જલ્દી કરો અને હોટલ ખાલી કરો. એસઓજી, ક્રાઈમ બ્રાંચ, એલસીબી, પીસીબી, બોમ્બ સ્ક્વોડ, જે તે પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જાેકે, એકપણ હોટલમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.