- ઉમર પીલા એન્ડ કંપનીના ભોગ બનનારાઓએ ફરીયાદો કરવાની શરૂઆત કરી
- રાણીતળાવના વેપારીઓ ઉમર પીલાના સૌથી વધુ શીકાર બન્યા
- ઉમર પીલાની સાથે સંકળાયેલા અન્ય ઇસમો સામે પણ અરજીઓ થઇ હોવાની ચર્ચા
સુરત, તા.૨૭
સુરતમાં તબીબ સાથે કરોડોની છેતરપિંડી થતા ચકચાર મચી છે. જેમાં કુખ્યાત ઠગ ઈન્તિયાઝ સદ્દામના સાગરીતની પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં બન્ને આરોપીએ મિલકતના નામે તબીબ પાસેથી પૈસા પડાવી લીધા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ડોક્ટર સાથે ૪.૯૫ કરોડની છેતરપિંડીમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અલીફ ડેવલપર્સના ઉમર પીલાની ધરપકડ કરવામાં આવી છે. બીજીતરફ આ ટોળકીનો ભોગ બનેલા વધુ ત્રણ લોકોએ પણ પોલીસમાં અરજી કરી છે.તે સિવાય ગોરાટ રોડના તબીબ મોહમંદ ઝાકીર મેમણનો બંગલો પણ પચાવી પાડયો હતો. આ ઠગ ટોળકીએ રોયલ રેસિડન્સીના નામથી નવી બંધાયેલી મિલકત બતાવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. ગોરાટ રોડના તબીબ મોહમંદ ઝાકીર મેમણનો બંગલો પણ પચાવી પાડયો અને ઠગ ટોળકીએ રોયલ રેસિડન્સીના નામથી નવી બંધાયેલી મિલકત બતાવી હતી.