નવી દિલ્હી, તા.૧
દિવાળી બાદ મોંઘવારીનો માર ગ્રાહકો પર પડ્યો છે. ૧ નવેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ ૬૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ રેટ મુજબ, દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત આજથી ૧૮૦૨ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં ૧૯ કિલોના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત ૧૯૧૧.૫૦ રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં એલપીજી સિલિન્ડર મોંઘું થઈ ગયું છે અને ૧૭૫૪.૫૦ રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને ૧૯૬૪.૫૦ રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને પણ ૬૨ રૂપિયાનો આંચકો લાગ્યો છે. ૧ ઓક્ટોબરે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૧૬૯૨.૫૦ રૂપિયા હતી જે હવે ૧૭૫૪.૫૦ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં પહેલા તે ૧૮૫૦.૫૦ રૂપિયા હતો અને હવે તે ૧૯૧૧.૫૦ રૂપિયા થઈ ગયો છે. ચેન્નાઈમાં જે બ્લુ સિલિન્ડર ૧૯૦૩ રૂપિયામાં મળતું હતું તે આજે ૧૯૬૪.૫૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે. દરમિયાન ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે ચેન્નાઈમાં પણ, ઘરેલુ સિલિન્ડર સપ્ટેમ્બરના દરે ૮૧૮.૫૦ રૂપિયામાં જ ઉપલબ્ધ છે. દિલ્હીમાં ૧૪.૨ કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર તેના જૂના ૮૦૩ રૂપિયાના દરે ઉપલબ્ધ છે. તે કોલકાતામાં ૮૨૯ રૂપિયા અને મુંબઈમાં ૮૦૨.૫૦ રૂપિયામાં ઉપલબ્ધ છે.
બીજી તરફ, માર્ચ ૨૦૨૪થી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગત વખતે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ચાલો તમને એ પણ જણાવીએ કે ૧ નવેમ્બરથી દેશના ચાર મહાનગરોએ ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે કેટલી કિંમત ચૂકવવી પડશે?
માર્ચથી દેશના ચાર મહાનગરોમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માર્ચ મહિનામાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પહેલા ૨૯ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હાલ દેશની રાજધાની દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ૮૦૩ રૂપિયા છે. જ્યારે કોલકાતામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ૮૨૯ રૂપિયા ચૂકવવી પડશે. મુંબઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ૮૦૨.૫૦ રૂપિયા છે. જ્યારે ચેન્નાઈમાં ગેસ સિલિન્ડરની કિંમત ૮૧૮.૫૦ રૂપિયા થઈ ગઈ છે.
બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત ચોથા મહિને વધારો જાેવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હી અને મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૬૨ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે.
જે બાદ બંને મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત અનુક્રમે ૧,૮૦૨ રૂપિયા અને ૧,૭૫૪.૫૦ રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડર થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૬૧ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે, ત્યારબાદ તેની કિંમત ૧૯૧૧.૫૦ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૬૧.૫ રૂપિયાનો વધારો જાેવા મળ્યો હતો અને તે પછી તેની કિંમત ૧૯૬૪.૫૦ રૂપિયા થઈ ગઈ છે. જાે છેલ્લા ચાર મહિનાની વાત કરીએ તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૫૦ રૂપિયાથી વધુનો વધારો જાેવા મળ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૫૬ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કોલકાતામાં ૪ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૧૫૫.૫ રૂપિયા મોંઘો થયો છે. સૌથી વધુ વધારો મુંબઈમાં જાેવા મળ્યો છે અને ચાર મહિનામાં ભાવમાં રૂ. ૧૫૬.૫નો વધારો થયો છે. બીજી તરફ દક્ષિણ ભારતના સૌથી મોટા શહેર ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૫૫ રૂપિયાનો વધારો થયો છે.