(સિટીટુડે) સુરત, તા.૦૯
સુરત સીટી લાઈટ વિસ્તારમાં આવેલા શિવ પૂજા કોમ્પલેક્ષમાં ૬ નવેમ્બર ની સાંજે આગ લાગતા ગુંગળામણને કારણે બે મહિલાઓના કરુણ મોત નીપજવાની ઘટનાના પગલે ઉમરા પોલીસે જીમ સંચાલક અને સ્પા સંચાલકની સાપરાધ મનુષ્યવધના એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ ગુનામાં ધરપકડ કરી હતી. જીમ સંચાલક શાહ નવાજ અને સ્પા સંચાલક શહેઝાદ ખાન ઉર્ફે દિલશાદ ખાન ને શનિવારે બપોર પછી ઇન્ચાર્જ કોર્ટમાં રજૂ કરી સાપરાધ મનુષ્યવધના ગુનામાં પાંચ થી સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
ઉમરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર મોરી એ જણાવ્યું હતું કે, સીટી લાઈટ વિસ્તારના શિવ પૂજા કોમ્પ્લેક્સ માં અમૃતિયા સ્પા એન્ડ સલુન આવેલું છે. ૬ નવેમ્બર ના રોજ સાંજના સુમારે સ્પા એન્ડ સલૂન માં કોઈક કારણોસર આગ લાગી હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ ના અધિકારીઓ અને લાસ્કરો ઘટના સ્થળે ઘસી જઈને આગની બુજાવી નાખી હતી પરંતુ સિક્કિમની બે મહિલાઓ ૩૦ વર્ષની બીનુંહંગમાં લીંબુ અને મનીષા દલાઇ નું ગુંગળામણ ને કારણે કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે ઉમરા પોલીસ સ્ટેશનનો પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.. આગ અને ગુંગળામણ ના કારણોની તપાસ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ના સાયન્ટિફિક ઓફિસરો ઘટના સ્થળે પહોંચી ગયા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
સીટી લાઈટ ખાતે શિવ પૂજન શોપિંગ સેન્ટર માં આવેલ જીમ તથા સ્પા માં લાગેલી આગમાં આગ બાબતે નોંધાયેલ ગુના ના કામે ધડપકડ થયેલા ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓ જીમ સંચાલક તથા સ્પા સંચાલક નાઓને આજરોજ નામદાર કોર્ટ મા રજૂ કરી દિન સાતના રિમાન્ડ ની માંગણી કરતા નામદાર કોર્ટે તમામ આરોપીઓ ના રિમાન્ડ નામંજૂર કરી આરોપીઓ ને જેલ કસ્ટડીમાં મોકલી આપ્યા. આરોપી સ્પા સંચાલક તરફે વકીલ ઝફર બેલાવાલા નાઓએ રિમાન્ડ ની વિરોધ કરતી રજૂઆત કરેલ હતી.