- બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો પાસેથી ઝોનના એક ઉચ્ચઅધિકારીના નામે કરાઇ રહેલા મસમોટા ઉઘરાણામાં આકિર્ટેક્ટનું ૨૫-૩૦ ટકા કમિશન હોવાની ચર્ચા!
- કતારગામ ઝોન બાદ હવે લિંબાયતઝોનના બિલ્ડરો તથા કોન્ટ્રાક્ટરોને થઇ રહેલા એક ઉચ્ચ અધિકારીના દબાણ સાથે ઉઘરાણા પ્રકરણમાં લિંબાયતઝોનના બિલ્ડરો તથા કોન્ટ્રાક્ટરો આવનારા દિવસોમાં મનપા કમિશનરને મુલાકાત સાથે ફરીયાદ કરે તેવા ચક્રોગતિમાન
(સિટી ટુડે) સુરત,તા.૧૦
લિંબાયતઝોનમાં ખદબદી રહેલા ભ્રષ્ટાચારને ઓપ આપતો એક આકિર્ટેક્ટએ ઝોનના એક અધિકારી સાથે મળી કોટ્રાક્ટર અને બિલ્ડરો પાસેથી અધિકારીના નામે દમદાટી કરી મસમોટી રકમનું ઉઘરાણું (તોડ) કરી ૨૫-૩૦ ટકા જેટલું કમિશન લેતા હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. લિંબાયત ઝોનમાં ગેરકાયદે બાંધકામો હોય કે પછી કોઇ ટેન્ડરની પ્રક્રિયા હોય જાવીદ નામના આકિર્ટેક્ટની રહેમ નજર હોવાની જરૂરી છે. લિંબાયત ઝોન આ આકિર્ટેક્ટના ઇશારે ચાલતું હોવાની વિગતો સપાટીએ આવી છે.
મળતી માહિતી મુજબ, લિંબાયત ઝોનમાં એક ઉચ્ચ અધિકારીનો લાડકો કહેવાતો આકિર્ટેક્ટ જાવીદે અનેક બિલ્ડરો પાસેથી લાખો રૂપિયા આ ઉચ્ચ અધિકારીને ઉઘરાણી કરીને પહોંચાડ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મનપા વિજીલન્સ અને મનપા કમિશ્નર તથા મેયર સુધી થયેલી ફરીયાદ બાદ લિંબાયતઝોનમાં ચાલતા ઉચ્ચ અધિકારીઓના ઉઘરાણા કાંડનું પર્દાફાશ થાય તો આ આકિર્ટેક્ટ જાવીદનું પણ લાયસન્સ રદ્દ થાય તે વાત નક્કી છે.