- રાંદેર ઝોનના અધિકારીઓ માત્ર હપ્તા વસુલીમાં મશગુલ
- આરઆઇજી ગ્રાઉન્ડ પાસે શૌચાલય તોડી કન્ટ્રકશનનું વેસ્ટ મટીરીયલનો જથ્થો ઠાલવી વેપાર કરાતો હોવાની ચર્ચા
- રાંદેર બસ સ્ટોપ પાસે ગુલીસ્તાન હોટલની બાજુમાં આવેલ શૌચાલયની આસપાસ લારી ગલ્લાવાળાઓનો ગેરકાયદેસર કબજાે
(સિટી ટુડે) સુરત,તા.૧૨
રાંદેર ઝોનમાં ગરીબ અને શ્રમીકો માટે શૌચાલયનો ઉપયોગ કરવા માટે મનપા દ્વારા બનાવવામાં આવેલી શૌચાલયો તોડી દઇ ત્યાં સ્થાનિકો દ્વારા બાંધકામના નીકળતા વેસ્ટનો ગેરકાયદેસર વેપાર થતો આવ્યો છે. જ્યારે બીજી બાજુ રાંદેર ઝોનના જ બસ સ્ટોપ પાસે આવેલ ગુલીસ્તાન હોટલની આજુબાજુ આવેલ શૌચાયલને લારી ગલ્ લાવાળાઓ દ્વારા દબાણો ઉભા કરી દેવાયા હોવા છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી. નવાઇની વાત તો એ છે કે, શૌચાલયને દુર કરી અહિં કબજાે કરનાર પર કોના આશિર્વાદ છે.