- પોલીસ લાઇનની બહાર જ ગંદકી અને બીનવારસી હાલતમાં વાહનોનો ખડકલો
(સિટી ટુડે) સુરત,તા.૧૨
સુરત શહેરના ઐતિહાસીક ગણાતા રાંદેર ટાઉનમાં આવેલ ક્રિકેટ રમવાનું આરઆઇજી ગ્રાઉન્ડની સામે ભૂ-માફિયાઓ દ્વારા ભંગારનો જથ્થો તથા ગંદકીનો સામ્રાજ્ય ઉભુ કરી દેવાયું હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, આરઆઇજી ગ્રાઉન્ડની સામે આવેલ પોલીસ લાઇનની પાસે ધુળ ખાતા અનેક શંકાષ્પદ વાહનો છેલ્લા કેટલાક સમયથી અહિં જાેવા મળી રહ્યા છે. સુરત શહેર ક્રિકેટ રસીયાઓ દ્વારા આરઆઇજી ગ્રાઉન્ડ પર દરરોજ ક્રિકેટ રમવા આવતા હોવાથી અહિં ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળે છે. સ્થાનિકોની વારંવાર ફરીયાદ હોવા છતાં રાંદેર ઝોનના અધિકારીઓ દ્વારા કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિક આગેવાનો દ્વારા પણ વારંવાર ફરીયાદો કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.