. સોમનાથ ડિમોલિશનમાં સુપ્રિમ કોર્ટની કડક ચેતવણી
ગેરકાયદે લોકોના મકાનો તોડી પાડનાર અધિકારીઓ સામે કડક પગલા ભરો- સુપ્રિમ કોર્ટ
સોમનાથ ખાતે રાજ્ય સરકારે તોડી પાડેલા મકાનો સંદરભમાં જમીઅત ઉલેમાને
મળેલી સફળતા
રાજ્ય સરકારની કામગીરી સામે અંગે સુપ્રિમ કોર્ટ લાલધુમ
અમદાવાદ, તા,13 સોમનાથ ખાતે રાજ્ય સરકારે એક તરફી નિર્ણય લઇને તોડી પડાયેલા મકાનો, દરગાહ અને મસ્જિદને લઇને જમીએત એ ઉલમા દ્વારા સર્વોચ્ચ અદાલતમાં કરવામાં વેલા કેસની સુનાવણી કરતા જસ્ટિસ બી.ગવાઇ અને જસ્ટિસ કે.વી વિશ્વનાથે જે કહ્યું હતું કે માત્ર અરોપી હોવાના કારણે રજ્ય સત્તા વાળાઓ કોઇને મકાનને તોડી શકતા નથી. સુપ્રિમ કોર્ટના હુકમ હોવા છતાં રાજ્ય સરકારના કર્મચારીઓએ જે કામગીરી કરી હતી તે સથાપિત કાયદા વિરુધ્ધ છે. ઉપરાંત તે દર્શાવે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. ડિમોલિશનનની પરવાનગી પરવાની અથાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનો અભાવ છે. બુલડોઝર ન્યાયને તદ્દન નકારી કાઢતા કોર્ટે કહ્યું હતું કે જવાબદાર અધિકારીઓ સામે કોર્ટના અપમાનનો કેસ કરવામાં વશે. કોઇ વ્યક્તિ દોષિત છે કે નહીં તે નિર્ણય કરવાનો હક તો કોર્ટને હોય છે. કાર્યપાલિકો કઇ વ્યક્તિને દોષિત જાહેર કરી ના શકે. રાજ્ય સત્તાવાળાઓ જ્યારે કુદરતી ન્યાય કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે બેફામ નિર્ણયો લે છે. બંધારણમાં કાયદાને શાસનને પ્રાધાન્યતા અપાઇ છો.કોઇ વ્યક્તિ દોષિત જાહેર થાય ત્યારે પણ તેમના મકાન કે મિલકતને તોડી ના શકાય.જે જેહાર સત્તાવાળા કાયદાને હાથમાં લેશે તેને સામે કડક હાથે અમે કાર્યવાહી કરીશું.જમીઅતે ઉલમાએ કોર્ટને કેટલાક સુચનો પણ કર્યા હતા. જમીઅત એ ઉલમા વતી એડવકેટ એમશમશાદ, તાહેર હકીમ, કપિલ સિબ્બલ, નિઝામ પાશા, ફોઝિયા શકિલ, વગેરે એ દલીલો કરી હતી.