- ભાવનગરના વતની અમીને કરોડો રૂપિયાના ખોટા બીલો બનાવી જીએસટી વિભાગને ચુનો ચોપડ્યા હોવાની ચર્ચા
(સિટી ટુડે) સુરત,તા.૧૬
મોબાઇના ધંધા સાથે સંકળાયેલા અમીન ભાવનગરવાળાએ મોબઇલ લે-વેંચના ખોટા બીલો બનાવી કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરી હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે.
મળતી માહિતી મુજબ, સુરત સહિત સમગ્ર ગુજરાતમાં નવા મોબાઇલના લે-વેંચનો કામ કરતા અમીનએ કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરતમાં જુદી જુદી જગ્યાએથી મોબાઇલની ખરીદી કરી કાચા બીલો બનાવી જીએસટી ભરવું ન પડે તે માટે અનેક ખોટા બીલો બનાવી કરોડો રૂપિયાના ટ્રાન્જેકશનો કર્યા હોવાનું બહાર આવી રહ્યું છે. અમીન ભાવનગરવાળા હાલ જીએસટી વિભાગની રડારમાં હોવાનું પણ નકારી શકાય તેમ નથી.
સુરત શહેરના અનેક વિસ્તારોના મોટા ભાગના મોબાઇલ લે-વેંચ કરનારાઓને ખોટા બીલો આપી રોકડામાં વેંચાણ કરી કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરવામાં આવી રહી છે. જીએસટી વિભાગ દ્વારા અમીન ભાવનગરવાળાની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું મસમોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
હવે જાેવાનું એ છે કે, જીએસટી વિભાગ અમીન ભાવનગરવાળાને ક્યારે આમંત્રણ આપી કાયદાનું પાઠ ભણાવશે.