ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને ૧ ડિસેમ્બરના રોજ નવી દિલ્હી રામલીલા મેદાન ખાતે યોજાનાર મહાસંમેલનમાં સામેલ થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું
(સિટી ટુડે) અમદાવાદ,તા.૧૮
પ્રધાનમંત્રી મોદી જનરલ કેટેગરીમાં હતા અને ૧૯૯૯ પછી ઓબીસીમાં આવ્યા. આવી રીતે મોદી કમડંલની યાત્રા આખા દેશમાં નીકળી હતી તેના સારથી હતા. મંડલનું કાઉન્ટર કમંડલથી કરવામાં આવ્યું હતુ અને એ સમયે અડવાણીએ સમગ્ર દેશમાં રથયાત્રા કાઢી હતી અને મોદી મંડલના વિરોધી રહ્યા હતા. મંડલના વિરોદમાં જે કમંડલ યાત્રા નીકળી હતી તેના મોદી સારથી રહ્યા હતા. આજે મોદી કહે છે કે અમે ઓબીસી છીએ તેના પછી બીજા સત્રમાં આરક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. પહેલા જે દલિત લોતોની હાલત હતી તેનાથી પણ વધારે ખરાબ હાલત મુસ્લિમલોકોની થઈ ગઈ છે. એમને દલિતોનું ઉત્પીડન કરવામાં કોઈ ફાયદો નથી. મુસ્લિમો તો પહેલેથી જ ભાજપને વોટ આપતા નહોતા અને દલિત પણ હવે વોટ આપતા નથી. મુસ્લિમઅને દલિત મળીને ૩૦ થી ૫૦ ટકા થઈ જશે પરિણામે હમણાં મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
મુસ્લિમો ઉપર જે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે તેના કેસો મુસ્લિમો દ્વારા જ લડવામાં આવે છે. તિરુપતી મંદિરની આવક ૩ લાખ કરોડ રુપિયા છે. ૩૦ કરોડ મુસલિમોની વચ્ચે ફકત ૧.૨૫ લાખ કરોડની સંપત્તિ છે તે પણ મુસ્લિમોની પોતાની છે. અને ભાજપના સત્તાવાળાઓથી સહન થતું નથી અને મુસ્લિમો પર આક્ષેપ અને હુમલાઓ કરી રહ્યા છે.
જાતિ ગણના, વકફ બોર્ડ, સંવિધાન બચાવો, ઈવીએમથી ચૂંટણીઓ ના થાય તેમજ આરક્ષણની ૫૦ ટકા સીમા છે તેને વધારવામાં આવે આ તમામમુદ્દાઓ હાલમાં પ્રવર્તમાન છે. વકફ બોર્ડની લડાઈ જાે મુસ્લિમો લડશે તો હિન્દુ મુસ્લિમવિવાદ ઉત્પન્ન થશે પરિણામે મુસ્લિમો જે પણ મુદ્દો ઉઠાવે છે તે મુદ્દાને આ લોકો બીજે જ ધ્યાન ભટકાવી દે છે, , હવે હવે મુસિ મુસ્લિમો એ પોતાની રણનીતિ બદલવી પડશે.
૧ ડિસેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે આવેલ રામલીલા મેદાનમાં આ માટે રેલી થવા જઈ રહી છે. આના માટે અમોને ગુજરાતમાંથી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ નો સાથ-સહકાર અને માર્ગદર્શન પ્રાપ્ત થયેલ છે. હવે એવું લાગી રહ્યું છે કે ૧ લી ડિસેમ્બરથી ચિત્ર બદલાશે. દલિત, ઓબીસી, માઈનોરીટી અને આદિવાસીઓ રેલીમાં એકજુટ થશે. ચૂંટણી જીતવી જ દરેક રાજકીય પક્ષનો મુખ્ય ઉદ્દેશ હોય છે. ભાજપને મુસ્લિમો તેમજ દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે તેની સામે કોઈ વાંધો નથી.
હવે સ્કોપ નથી રહ્યો કે રાજકીય પાર્ટીઓ તમારી તરફેણમાં ખુલ્લેઆમબોલી શકે. જે સામાજિક ન્યાયની વાત કરશે તે સોશ્યલ મીડીયાના મંચ દ્વાર જણાવવું પડશે. જેનો ફાયદો ઈન્ડીયા ગઠબંધનને પહોચી રહ્યો છે. દેશમાં રાજ્ય સભા તેમજ લોક સભાના મળીને કુલ ૪૦ મુસ્લિમસાંસદ સભ્યો અને દરેક રાજયના જે પણ મુસ્લિમધારાસભ્યો છે તેમને પણ આ રેલીમાં આમંત્રિત કરવામાં આવશે.
અમારા સાથી શાહિદ અલી તેમજ ગુજરાતના પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખને ૧ ડિસેમ્બરના રોજ યોજાનાર મહાસંમેલનમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. મંચ ઉપર બોલવામાં હિન્દુ મુસ્લિમનો કોઈ ડર નથી. મુસ્લિમો સાથે અન્યાય થઈ રહ્યો છે તે દેશના તમામરાજકીય પક્ષો સારી ચ રીતે સમજે દે અને જાલે છે પરંતુ તેઓ ચમુસ્લિમો ની તરફેણમાં એક શબ્દ પણ બોલી નથી રહ્યા. તેઓ બોલવા તો માંગે છે પરંતુ એમને ડર છે કે મુસ્લિમોની તરફેણમાં બોલીશું તો અમો ચૂંટણીઓમાં હારનો સામનો કરવો પડશે.
૧૫ લાખ રુપિયા દરેક નાગરિકના ખાતામાં આવશે, ૨ કરોડ નવી રોજગારીની તકો પ્રાપ્ત થશે જેવા ખોટા વચનો આપનાર પ્રધાનમંત્રી મોદી જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે છતાં પણ જનતા તેમને મત આપી રહી છે. મોદી કહે છે કે આ મારી વાત પત્થરની લકીર છે પરંતુ બંનેમાંથી એક પણ વાત સાચી સાબિત નથી થઈ. મોદી કહે છે કે મુસ્લિમો તમારી બેટીને ઉપાડી જશે, અહીંના મુસ્લિમો ને ઘૂષણખોર કહી રહ્યા છે. બીએસએફ તમારી પાસે છે. તમને સત્તામાં ૧૧ વર્ષ થઈ ગયા છતાં તમે કહો છો કે ઘુષણખોરો આવ્યા તો કેવી રીતે આવ્યા? આ ૧૧ વર્ષ તમો શું કરતા રહ્યા?
ગ્યાસુદ્દીન શેખે મોલાના અરશદ મદની સાહેબ સાથે વાત કરી તેમજ મેં પણ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે અમો (દલિત) સુપ્રિમકોર્ટમાં જઈશું. મુસ્લિમ સુપ્રિમ કોર્ટમાં ન જાય. દલિત તેમજ પછાતે મુસ્લિમો વતી સુપ્રિમકોર્ટમાં જવું જાેઈએ. મુસ્લિમો જશે તો હિન્દુ- મુસ્લિમથવાનો ડર અને પ્રશ્ન ઉભા થશે. ૩૦ કરોડ મુસ્લિમો અને ૩૦ કરોડ દલિતનોને દેશમાંથી કોણ કાઢી શકે છે?
આ કેવા ગંદા લોકો છે જેઓ તળાવમાં ગંદકી કરીને રહે છે. તળાવને ગંદુ કરો તો તેમાં બધા લોકો ગંદા થશે. તેઓ દેશમાં નફરત અને ધ્રુણા ફેલાવવાનું કામકરી રહ્યા છે. આમના જ બાળકો ઉચ્ચ અભ્યાસ અને સ્થાયી થવા માટે વિદેશોમાં ભાગી રહ્યા છે અને સાથે દેશનો પૈસો પણ દેશમાંથી લઈ જઈ રહ્યા છે. આ દેશ રહેવા લાયક જ નથી રહેવા દીધો આ લોકોએ. શું મુસ્લિમો ના બાળકો દેશ છોડી રહયા છે? ના, આમની તો ઓકાત કે પરિસ્થિતિ જ નથી કેમકે તેમની પાસે તો પૈસો જ નથી. દૂષિત સમાજનું નિર્માણ આ લોકો પોતે જ કરી રહયા છે અને આવા સમાજમાં રહેવા લાયક તેમના પોતાના બાળકો જ નથી રહ્યા. તેઓ જ વિદેશમાં ભાગી રહ્યા છે. દેશનું સત્યાનાથ કરી રહ્યા છે. બટેંગે તો કટેંગે – જાતિઓમાં તો તમે લોકોએ જ વહેચ્યા છે, દલિત મહિલાઓ ઉપર અત્યાચાર શું મુસ્લિમો અને ખ્રિસ્તીઓ કરી રહ્યા છે, ના, અત્યાચાર કરવાવાળા તો આ લોકો પોતે જ છે. લોકોને વહેંચ્યા પણ તમે અને કાપ્યા પણ તમે જ… વોટ માટે તમે દેશમાં અંદરો અંદર લડાવવાનું ગુનાહિત કૃત્ય કરી રહ્યા છો, કાવડ યાત્રામાં લાખો લોકો જાય છે, પ્રકાશ જાવડેકર, શિવરાજસિંહ ચૌહાણ કે સિંધિયા આ તમામના બાળકો હાર્વડ યુનિવર્સિટી કે અન્ય વિદેશોની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણી રહ્યા છે. દલિત અને આદિવાસી મૂર્ખ તેમજ અભણ સમાજ છે તે જ પોતાના બાળકોને કાવડ યાત્રામાં મોકલી રહ્યા છે અને તલવાર તેમજ લાકડીઓ લઈને મુસ્લિમો ની પાછળ દોડી રહ્યા છે. એક પણ ભાજપ કે આરએસએસ ના નેતાનો દીકરો કે દીકરી આ કાવડ યાત્રામાં જઈ રહ્યાં છે ખરાં? આ લોકો અભણ લોકોને પકડી રાખે છે કે ચાલો તમે લોકો મુસ્લિમો સામે લડો.
કોંગ્રેસ ને તો મુસ્લિમો ની પાર્ટી કહેવામાં આવી રહી છે. જે કોંગ્રેસે સહન કરવું પડે છે. રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી તેમજ કોંગ્રેસ જે સત્ય બોલી રહ્યા છે એની કિંમત કોંગ્રેસે ચૂકવી દીધી છે. કોંગ્રેસ મુસ્લિમો ની પાર્ટી છે એવો સિક્કો લગાવી દીધો છે પરંતુ એવું નથી. કોંગ્રેસ બધાની અને સેક્યુલર વિચારધારા ધરાવનાર પાર્ટી છે. ઓબીસી સમાજમાં જાગૃતિ નહોતી જયારે મંડલ કમીશન લાગુ કરવાની વાત હતી ત્યારે ઓબીસી સમાજ જ તેનો વિરોધ કરી રહ્યો હતો. વકફ બોર્ડનો મામલો આવ્યો એ સમયે જેપીસી સામે હું પણ ગયો. જકાત ફાઉન્ડેશનના મેમ્બર મહેમુદ જફર છે તેમણે મને કહ્યું કે – તમારે મુસ્લિમો તરફથી આવવું પડશે.- તો મેં કહ્યું-ચાલો, હું તમારી સાથે આવવા તૈયાર છું. વકફની મિલકતની વેલ્યુ કાઢવામાં આવે તો અંદાજિત ૧.૨૦ લાખ કરોડ ની આસપાસ હશે. વકફની જમીન ઉપર મૂકેશ અંબાણીનું એન્ટાલિયા બનેલું છે અને ભાજપ તેમજ આરએસએસ કહી રહ્યા છે કે વકફ બોર્ડ બીજાની જમીનો હડપ કરી રહ્યું છે. તિરુપતી મંદિર જે બૌદ્ધ મંદિરની ઉપર બનેલુ છે. ફક્ત એક જ મંદિરની સંપત્તિ ૩ લાખ કરોડ રુપિયા છે અને દેશમાં આવા કેટલાય મંદિરો આવેલા છે જેની સંપત્તિ બેસુમાર છે. આ ખરેખર અન્યાય છે.
અમો ૧૯૯૭ થી દર વર્ષે આ રેલીનું આયોજન કરી રહ્યા છે અને દર વર્ષે કરીએ છીએ. દલિત, ઓબીસી, માઈનોરીટી અને આદિવાસી પરિષદ એટલે સંગઠનોનું સંગઠન. એ પોતાનામાં એક મંચ છે. તેને એક સંગઠન કહેવું ઉચિત નહી હોય. હજારે સંગઠનોનું બનેલું એક મંચ છે જે દેશમાં પ્રવર્તમાન મુદ્દાઓની લડાઈ લડે છે. જમીયત એ ઉલમા એ હિન્દ ના અરશદ મદની તેમજ મહેમુદ મદી તેમજ સાહીદ અલી જે અમારા જનરલ સેક્રેટરી છે તેઓ ખૂબ જ સારું કામકરી રહ્યા છે. બહુજન, આંબેડકર, દલિત, મુસ્લિમ, પછાત, આદિવાસીના નામે સંગઠન બની તો જાય છે પરંતુ જે સંગઠન બનાવે છે અને જે કર્તા ધર્તા હોય છે તેની જ જાતિના લોકો એ સંગઠનને કેપ્ચર કરી લે છે. અમોએ નક્કી કર્યું છે કે ઓછામાં ઓછા ૩ કાર્યકારી અધ્યક્ષ હશે જેમાં એક મુસ્લિમ, એક ઓબીસી, એક દલિત તેમજ એક આદિવાસી સમાજનો પ્રતિનિધી હોવો જાેઈએ. જે પ્રદેશમાં આદિવાસી છે ત્યાં ચાર પ્રતિનિધી હોવા જાેઈએ જેનાથી એવું લાગે કે આ બહુજન છે અને બહુજનના પ્લેટફોર્મ ઉપરથી જ લડાઈ લડી શકાય છે.
નેતાઓ પાતાને પગે પડવા માંગતા લોકોને ખૂબ પસંદ કરે છે અને આવી બાબતોને પ્રોત્સાહન પણ આપતા હોય છે પરંતુ આ સમાજના લોકતંત્રની વિરુદ્ધનું કાર્ય છે. ૨૦ લાખથી વધુ લોકો જેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે કે કાયમી ધોરણે ત્યાં સેટલ થવા માટે વિદેશમાં દેશનો પૈસો લઈને ભાગી ગયા છે તેમણે આ દેશને હવે રહેવા લાયક રાખ્યું જ નથી.