- આઇફોન-૧૬ લોંચ થયાને ગણતરીના દિવસો થયા છતાં અમીને રૂા.૧,૨૦,૦૦૦ના બોગસ બિલો બનાવી લોકોને વેંચી દીધા!
- અમીન દ્વારા વરાછાના પોદાર આર્કેડ અને વડોદરાના એક વેપારીને ૩૫-૪૦ લાખ રૂપિયાના બિલો સાથે મોબાઇલ આપ્યા હોવાની ચર્ચા
(સિટી ટુડે) સુરત,તા.૨૧
અડાજણ ખાતે રહેતા અમીન ભાવનગરવાલાએ ૧૦૦ કરોડથી વધુના બોગસ બિલો બનાવી મોબાઇલનું વેચાણ કરી દીધું હોવાની જાણ થયા બાદ અમીન પાસેથી મોબાઇલ અને બિલો ખરીદનારાઓ સામે પણ તવાઇ આવે તે વાત નકારી શકાય તેમ નથી. જાેકે જીએસટી વિભાગ અને મોબાઇલ ચોરીના છે કે નહિં તે અંગે પણ પોલીસ વિભાગ તપાસ કરે તે જરૂરી બન્યું છે.
ચોંકાવનારી વિગતો એવી છે કે, અમીને હાલ સુધી ૧૦૦ કરોડથી વધુના મોબાઇલના બોગસ બિલો બનાવી દીધા બાદ જે તે વ્યક્તિઓને મોબાઇલ વેંચાણથી આપી આંગણીયા મારફતે પૈસાની લેતી દેતી કરી છે તે આંગણીયાની પણ તપાસ થશે. દરરોજ સાંજના સમયે આગંણીયા પેઢી પાસે આંટા ફેરા મારતા અમીને જેટલા વ્યક્તિઓને બોગસ બિલો આપ્યા છે તે તમામની પણ તપાસ થવી જરૂરી બની છે.
અમીન દ્વારા વરાછા વિસ્તારના પોદાર આર્કેડમાં અને વડોદરાના એક વેપારી સાથે લાખો રૂપિયાના મોબાઇલોનું વહિવટ કર્યુ હોવાનું બહાર આવી રહ્યું છે. જાે જીએસટી વિભાગ અમીનના બોગસ બિલો અંગેની તપાસ શરૂ કરે તો સુરત તથા વડોદરાના કેટલાક મોબાઇલ વિક્રેતાઓ પણ આ પ્રકરણમાં સંડોવાય તે નક્કિ છે.