વોશિંગ્ટન, તા. ૨૨
દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા સૌર ઉર્જા પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મેળવવા માટે અંદાજે ૨ હજાર કરોડની લાંચની ઓફર કરવાના આરોપો વચ્ચે હવે આ મામલે વ્હાઇટ હાઉસનું નિવેદન પણ બહાર આવ્યું છે. અદાણી ગ્રૂપે આ પ્રોજેક્ટ્સ માટે અમેરિકન રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કર્યું હતું, જેના કારણે અમેરિકન કોર્ટમાં તેમની સામે આ કેસ થયો છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે, અમે આ આરોપોથી વાકેફ છીએ. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન પિયરે કહ્યું કે, અમે આ મામલે નજર રાખી રહ્યા છીએ. માત્ર અમેરિકાનું સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (જીઈઝ્ર) અને ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ (ર્ડ્ઢત્ન) જ આ આરોપો અંગે જરૂરી માહિતી આપી શકશે, પરંતુ હું ભારત અને અમેરિકાના સંબંધો પર આ બાબતની અસર વિશે વાત કરીશ. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન પિયરે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત પાયા પર છે. આ બંને દેશોના લોકો વચ્ચેના સંબંધો અને અમારા દ્વિપક્ષીય સહયોગ સાથે જાેડાયેલું છે. અમે માનીએ છીએ અને સંપૂર્ણ વિશ્વાસ છે કે, અમે આ મુદ્દાને ઉકેલ તરફ લઈ જઈશું, જેમ અમે અન્ય કેસોમાં પણ કર્યું છે. પરંતુ માત્ર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટ જ આ બાબતે કોઈપણ પ્રકારનો પ્રતિભાવ આપી શકશે. પરંતુ હું ફરી એકવાર કહેવા માંગુ છું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત પાયા પર આધારિત છે. મહત્ત્વપૂર્ણ છે કે, ગૌતમ અદાણી નવા આરોપોથી ઘેરાયેલા છે. ભારતમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને અંદાજે રૂ. ૨,૨૫૦ કરોડની લાંચ આપવાનો આરોપ છે. અદાણી ગ્રૂપે આ પ્રોજેક્ટ્સ માટે અમેરિકન રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કર્યું હતું, જેના કારણે અમેરિકન કોર્ટમાં તેમની સામે આ કેસ થયો છે. ગ્રુપને ૨૦ વર્ષમાં આ પ્રોજેક્ટ્સમાંથી લગભગ ૨ બિલિયનનો નફો મળવાની અપેક્ષા હતી.