(સિટી ટુડે) સુરત,તા.૨૨
બેગમપુરામાં જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલા હનીફ હાંસોટીની હત્યા બાદ ભાગી છુટેલા આરોપી મેહબુબમીંયા ઉર્ફે દાદાભાઇ ફણીવાલાની સલાબતપુરા પોલીસ દ્વારા ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટ દ્વારા આરોપીને લાજપોર જેલમાં મોકલવાનું હુકમ કરવામાં આવ્યું હતું. આ કેસમાં અગાઉ અન્ય આરોપીઓની સલાબપુરા પોલીસે ધરપકડ કરી હતી. તે તમામ આરોપીઓ લાજપોર જેમાં બંધ છે.