- મિતેષ ઠક્કર અમદાવાદ, અંકિત બુંદેલા અમદાવાદ, અલી મહેંદી નુરાની અમદાવાદ તથા દાનીશ મુતુર્ઝા અન્સારી અને અબરાર નાસીરખાન પઠાણ સુરતના રહેવાસીઓની એસઓજી દ્વારા ધરપકડ કરાઇ છે, અત્યાર સુધી કુલ ૧૩ આરોપીઓની ધરપકડ કરાઇ
- એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એએસઆઇ ઇમ્તિયાઝ ફકરુ મોહંમદ તથા દેવેન્દ્ર દાન, ગંભીર દાનનાઓને મળેલી બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા
(સિટી ટુડે) સુરત.તા.૨૨
સુરતમાં ૧૦૦ કરોડથી વધુનું હવાલા કૌભાંડમાં એસઓજીએ વધુ ૫ આરોપીની ધરપકડ કરી છે. જેમાં ૩ આરોપી અમદાવાદથી, ૨ સુરતથી ઝડપાયા છે. એચ.એમ. આંગડિયા પેઢીના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના મિતેષ ઠક્કરની પણ ધરપકડ કરાઇ છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં ૧૦૦ કરોડથી વધુનું હવાલા કૌભાંડ મામલો એસઓજી પોલીસે વધુ ૫ આરોપીની ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. ૩ આરોપીની અમદાવાદ થી અને ૨ આરોપીની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સેટેલાઇટ એચ.એમ. અગડિયા પેઢીના સંચાલકની પણ ધરપકડ કરાઈ છે. મિતેષ ઠક્કરની ધરપકડ કરાઈ છે. તમામ લોકો સાયબર ફ્રોડના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરી વિદેશમાં હવાલાથી મોકલતા હતા. પાકિસ્તાન, દુબઇ, બાંગ્લાદેશ, ચાઈના જેવા દેશમાં હવાલા રૂપિયા મોકલી કૌભાંડ આચરતા હતા. મહેશ દેસાઈ નામ નો માસ્ટર માઈન્ડ હજી પણ પોલીસ પકડ થી દૂર છે. ૧૦૦ કરોડથી વધુનું હવાલા કૌભાંડમાં અત્યાર સુધી ૧૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સુરતમાં ૧૦૦ કરોડથી વધુનું હવાલા કૌભાંડ બહાર આવ્યું હતું. જે મામલે એસઓજીએ ૩ને પકડી પાડી ૨૭.૩૮ કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા હતા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ચાઇનાથી હવાલા મારફત આવતા રૂપિયાને યુએસડીટીમાં કન્વર્ટ કરી આપતા મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેનો પુત્ર કાસીફ મકબુલ ડોક્ટર તથા માઝ અબ્દુલ રહીમ નાડાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારપછી પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. પિતા-પુત્રના ૯ જેટલા બેંક એકાઉન્ટ ઉપરાંત વધુ ૧૫ બેંક એકાઉન્ટની માહિતી મળી હતી.
આ સાથે વધુ ખુલાસો થયો છે કે, સુરતમાં ૧૦૦ કરોડના હવાલા કૌભાંડ મામલે એસઓજી પોલીસે અમદાવાદના ઓમ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. ઓમ પંડ્યા દુબઇમાં બેઠેલા મુખ્ય આરોપી મહેશ દેસાઈનો મુખ્ય સાગરીત હોવાનું સામે આવ્યું છે.