વાવ, તા.૨૩
બનાસકાંઠાની વાવ બેઠક પરની પેટા ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે. વાવ બેઠક પર કાંટે કી ટક્કર બાદ ભાજપની જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરુપજી ઠાકોર વાવ બેઠક પર ૧૩૦૦ મતે વિજેતા બન્યા છે. વહેલી સવારથી વાવ બેઠક પર મતગણતરી શરુ થઈ હતી. ૧૨ રાઉન્ડ સુધી કાૅંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આ બેઠક પર આગળ ચાલી રહ્યા હતા. વાવ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પાલનપુરના જગાણામાં આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં કરવામાં આવી હતી. સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી થઈ હતી.
બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થયા બાદ ૩૨૧ બુથના ઈવીએમની ૨૩ રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે કુલ ૭૦.૫૫ ટકા મતદાન થયું હતું. વાવ બેઠકની પેટા ચૂંટણીમાં અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોર જીતી ગયા છે. છેક ૨૧ રાઉન્ડ સુધી લીડમાં આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની પાતળી સરસાઈથી હાર થઈ છે. જ્યારે બળવો કરીને અપક્ષ તરીકે ઊભેલા માવજીભાઈ પટેલને ૨૬ હજાર કરતાં વધુ મત મળ્યા છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાઓની સાથે વાયનાડ લોકસભા બેઠક ઉપરાંત દેશમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, કેરળ સહિત રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી જેનાં પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન પ્રચંડ બહુમતી સાથે જીત તરફ આગળ વધી રહ્યું છે તો ઝારખંડમાં હેમંત સોરેનના નેતૃત્વ હેઠળ જેએમએમ-કોંગ્રેસની યુતિ ભારે બહુમતી સાથે જીતી રહી છે.
ગુજરાતમાં વાવ બેઠકની પેટા ચૂંટણી પણ આ સાથે જ યોજાઈ હતી. આજે સવારે તમામ બેઠકોની એક સાથે મતગણતરી શરૂ થઈ હતી જેમાં વાવ બેઠક ઉપર કોંગ્રેસના ગુલાબસિહ રાજપૂતે છેક છેવટ સુધી લીડ જાળવી રાખી હતી. જાેકે, ૧૮મા રાઉન્ડની ગણતરી પછી તેમની લીડમાં ઘટાડો થવા લાગ્યો હતો અને ૨૧મા રાઉન્ડમાં લીડ માત્ર ૩૪૦ મતની રહી ગઈ હતી.
૨૨ રાઉન્ડની ગણતરી પૂરી થઈ ત્યારે આખી બાજી પલટાઈ ગઈ હતી અને ભાજપના સ્વરૂપજી ઠાકોર ૧૦૯૯ મતે આગળ નીકળી ગયા હતા અને અંતે ૨૩મા રાઉન્ડ બાદ ૨૩૫૩ કરતાં વધુ મતે આગળ હતા અને તેમની જીત નિશ્ચિત મનાય છે.
૨૪મા રાઉન્ડમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર ૯૨,૧૨૯ મત મેળવી ૨૪૩૬ મતની લીડ સાથે આગળ હતા. આ રાઉન્ડમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને ૮૯,૬૯૩ મત મળ્યા હતા. વાવ બેઠક ઉપર એક તબક્કે કોંગ્રેસના ગુલાબસિહ રાજપૂત ૧૩,૦૦૦ કરતાં વધુ મતની સરસાઈ ધરાવતા હતા પરંતુ એ સરસાઈ જેમ જેમ મત ગણતરીના રાઉન્ડ આગળ વધ્યા તેમ તેમ ઘટવા લાગી હતી. આ બેઠક ઉપર અપક્ષ તરીકે ઊભેલા માવજીભાઈ પટેલ ૨૨મા રાઉન્ડને અંતે ૨૭,૧૭૩ મત મેળવી શક્યા હતા.
આ પેટા ચૂંટણીમાં વાવ બેઠક ઉપર કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં હતા પરંતુ મુખ્ય લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતી. જાેકે માવજીભાઈ પટેલ સતત એવું કહેતા રહ્યા હતા કે, વાવ બેઠક ઉપર ભાજપ તો ક્યાંય ચિત્રમાં જ નથી અને અસલી લડાઈ તેમની અને કોંગ્રેસની વચ્ચે છે. અલબત્ત, મતદારોએ અપક્ષ ઉમેદવાર માવજીભાઈને ત્રીજા સ્થાને સ્થાને રાખ્યા એ વાત અલગ છે. વાવની પેટા ચૂંટણીમાં ચોથા ક્રમે સૌથી વધુ મત મેળવનાર નોટા (ર્દ્ગં્છ) છે. કુલ મતદારો પૈકી ૩૩૪૩ મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું.
વાવમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ, વાવમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ
-
Previous
राहुल गांधीजी और ईन्डिया गठबंधन के शीर्ष नेतृत्व द्वारा लोकसभा के शीतकालीन सत्र में सुप्रीम कोर्ट के 2018 के मोब लीचीग और भडकाउ भाषण से जुडे दिशा निर्देशो का पालन करवाने और मोब लीचीग में आजीवन कारावास की सजा एवं भडकाउ भाषण में UAPA अंतर्गत कारवाई करके देश में कानून राज पुनः स्थापित करने के लिए पर्सनल बिल पेश कर प्रस्ताव लाया जाए