(સિટી ટુડે) સુરત, તા.૨૩
લાલગેટ પોલીસે સારા પાર્ક, ભરીમાતા ખાતે રહેતા મોહસીન ઉર્ફે માયા રફીક શાહ વિરુદ્ધ કલમ ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩) મુજબના ગુન્હામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી લાલગેટ વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું. તા.૮/૧૧/૨૦૨૪ના રોજ લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલ એમ.લાજવાબ ટી સેન્ટર પાસે આરીફ શબ્બીર રજબ નામના ઇસમ પર મોહસીન માયા દ્વારા તેની પત્ની સાથે આડાસંબંધ અંગે શક વહેમ રાખતો હોવાની અદાવત રાખી આરીફ શબ્બીર પર મોહસીન માયાએ ચપ્પુ વડે હુમલો કરી ભાગી છુટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં આરીફ જબ્બારના મિત્ર વસીમ બનારસીએ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જઇ સારવાર અપાવી હતી. લાલગેટ પોલીસ દ્વારા આ ઘટના બાદ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મોહસીન માયા અગાઉ પણ અનેક ગુનાઓમાં પોલીસના ચોપડે ચડી ચુકેલ છે. લાલગેટ પોલીસે મોહસીનને ઘટના સ્થળે લઇ જઇ સ્થળ નિણીક્ષણ કર્યુ હતું.