(સિટી ટુડે) સુરત,તા.૨૩
ભાજપને ગુજરાતમાં અનેક શીખરો સર કરાવનાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાસંદ સીઆર પાટીલે પ્રદેશ અધ્યક્ષનું પદ છોડવા શંકેત આપ્યું છે. સીઆર પાટીલે જણાવ્યું કે, મારી વિદાય વસમી નહિં પણ ખુશી ભરી આપી છે. નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જેની પણ નિમણૂંક થાય તેમને એડવાન્સમાં મારા અભિનંદન. નવસારી લોકસભાના સાસંદ સીઆર પાટીલના શાસન દરમિયાન ભાજપે અનેક સીદ્ધીઓ પ્રાપ્ત કરી છે. ખાસ કરીને લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની હોય કે પછી અન્ય નાની મોટી ચૂંટણીઓ હોય સીઆર પાટીલે કાર્યકર્તાઓમાં સારી એવી પોતાની છબી અને પોતાની કામ કરવાની પદ્ધતી થી લોકોના દીલ જીત્યા છે. સીઆર પાટીલ બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્રના કોઇ મોટા નેતાનું નંબર લાગે તેવી પણ ચર્ચાએ જાેર પકડ્યું છે.
હાલ ભાજપમાં જાેવા જઇએ તો ગૃહમંત્રી સુરત શહેરના અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ કહેવાતા સુરતી જ છે. સીઆર પાટીલની વિદાય બાદ હવે જાેવાનું એ છેકે, મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામ બાદ નવા અધ્યક્ષ તરીકે કોનું નામ જાહેર કરશે તેના પર લોકોની મીટ મંડાઇ.