બેંગ્લુરૂ,તા.૨૬
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વકફ બિલના મુદ્દે ધમકીભર્યું વલણ અપનાવ્યું છે. બેંગલુરુમાં એઆઇએમપીએલબીના ૨૯મા સત્ર દરમિયાન, કેટલાક પદાધિકારીઓએ કથિત રીતે મંચ પરથી મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. મૌલાના અબુ તાલિબ રહેમાની, સૈયદ તનવીર હાશ્મી અને અન્ય એઆઇએમપીએલબી સભ્યોએ કહ્યું કે હવે તેઓ કોર્ટમાં ભીખ નહીં માંગે.
રહેમાનીએ કહ્યું કે સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે.એઆઇએમપીએલબીના નેતાઓએ કહ્યું કે ‘સંસદ તેમની છે પણ રસ્તો અમારો છે.’ જાે કે, બાદમાં એઆઇએમપીએલબીના પ્રવક્તા ડૉ. સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે કહ્યું કે ‘રસ્તા અમારો છે’ કહેવાનો અર્થ એ છે કે જાે આપણે સંસદમાં અમારો અવાજ ન ઉઠાવી શકીએ, તો અમે રસ્તાઓ પર અમારો અવાજ ઉઠાવીશું.
એઆઇએમપીએલબીએ આરોપ લગાવ્યો છે કે વકફ (સુધારા) બિલ, ૨૦૨૪ દેશભરમાં વકફ પ્રોપર્ટી હડપ કરવાના ઈરાદાથી તૈયાર કરવામાં આવ્યું છે. ઇલ્યાસે કહ્યું, ‘બોર્ડ કોન્ફરન્સમાં એવું લાગ્યું કે વક્ફ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૪ને દેશભરમાં ફેલાયેલી વકફ પ્રોપર્ટી હડપ કરવા માટે ચાલાકીપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે.’ એઆઇએમપીએલબીનું ૨૯મું સત્ર રવિવારે બેંગલુરુમાં સમાપ્ત થયું.
ઇલ્યાસે જણાવ્યું હતું કે તમામ ૪૪ સૂચિત સુધારાઓ અને તેમની પેટા-વિભાગો વકફ મિલકતોની સ્થિતિને ‘નાબૂદ કરવા અને હેરફેર’ કરવાના હેતુથી ડિઝાઇન કરવામાં આવી હતી. તેમણે કહ્યું, ‘અમને લાગે છે કે જેપીસી ઈમાનદારીથી પોતાનું કામ નથી કરી રહી.’
એઆઇએમપીએલબી પ્લેટફોર્મે કહ્યું કે જાે તમામ પ્રયાસો છતાં બિલ પસાર થઈ જશે, તો તેઓ કેન્દ્ર સરકાર પર સુધારાને પાછા ખેંચવા માટે દરેક સંભવિત રીતે દબાણ કરશે. બોર્ડે કહ્યું કે સૌથી પહેલા ર્નિણય લેવામાં આવ્યો છે કે તેનું સમગ્ર નેતૃત્વ અને તમામ અધિકારીઓ સંસદની સામે વિરોધ પ્રદર્શન કરશે. યુનિફોર્મ સિવિલ કોડ ‘અસ્વીકાર્ય’ એઆઇએમપીએલબીએ કહ્યું કે તે બંધારણમાં મૂળભૂત અધિકારો હેઠળ બાંયધરી આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક વિવિધતાની વિરુદ્ધ છે.એઆઇએમપીએલબીના પ્રવક્તાએ કહ્યું કે બોર્ડ સ્પષ્ટપણે જણાવે છે કે મુસ્લિમ સમુદાય માટે આ અસ્વીકાર્ય છે, કારણ કે તેઓ શરિયા કાયદા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં.
મૌલાના રહેમાનીએ બેંગલુરુમાં એઆઇએમપીએલબી પ્લેટફોર્મ પરથી કહ્યું
હિન્દુ ભાઈઓ, હું તમને કહેવા માંગુ છું કે આ ત્રીજાે જમીન દલાલ તમારી અને અમારી વચ્ચે આવ્યો છે… તમે શું સમજાે છો? આપણે આપણા ધર્મની સાથે સાથે આપણા ભારતની પણ રક્ષા કરવી છે લોકશાહીમાં જાે સત્તાતંત્ર ગર્જના કરશે તો હું પણ કહેવા માંગુ છું કે હવે આપણે કોર્ટના દરવાજે ભીખ નહીં માંગીએ હવે આપણે કહીશું કે સંસદ તમારી છે તો રસ્તો આપણો છે…’