મહારાષ્ટ્ર,તા.૨૬
કોંગ્રેસે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને તેના માટે અમે ભારત જાેડો યાત્રાની તર્જ પર દેશભરમાં પ્રચાર કરીશું.
ખડગેએ કહ્યું, ‘હું એક વાત કહીશ કે ઓબીસી, એસસી, એસટી અને નબળા વર્ગના લોકો તેમની પૂરેપૂરી તાકાતથી જે વોટ આપી રહ્યા છે તેનો વ્યય થઈ રહ્યો છે. અમે કહીએ છીએ કે બધું છોડી દો અને બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની માંગ કરો. તે લોકોને તેમના ઘરમાં મશીન રાખવા દો. અમદાવાદમાં ઘણા વેરહાઉસ બનેલા છે, ત્યાં મશીનો લઈ જઈને રાખવા જાેઈએ. અમારી એક જ માંગ છે કે ચૂંટણી બેલેટ પેપરથી થવી જાેઈએ. જાે આમ થશે તો આ લોકોને ખબર પડશે કે તેઓ ક્યાં ઉભા છે.પાર્ટી અધ્યક્ષે કહ્યું, ‘હું કહું છું કે અમારી પાર્ટીએ એક અભિયાન શરૂ કરવું જાેઈએ અને આ માટે તમામ પાર્ટીઓએ સાથે મળીને ચાલવું જાેઈએ. અમે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ભારત જાેડો યાત્રા જેવી ઝુંબેશ ચલાવીશું.’ આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ જાતિ ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી જાતિ ગણતરીથી ડરે છે. પરંતુ તેઓએ સમજવું જાેઈએ કે સમાજનો દરેક વર્ગ તેનો હિસ્સો માંગે છે અને તેની માંગ કરી રહ્યો છે.
તેમણે કહ્યું કે જાે તમે ખરેખર દેશમાં એકતા ઈચ્છતા હોવ તો તમારે નફરત ફેલાવવાનું બંધ કરવું પડશે. એટલું જ નહીં, બંધારણ દિવસના અવસર પર મલ્લિકાર્જુન ખડગેએ એવી માંગ પણ ઉઠાવી હતી કે સંસદમાં બે દિવસ આ અંગે ચર્ચા થવી જાેઈએ. તેમણે કહ્યું કે આનાથી લોકોને બંધારણ વિશે જાણકારી મળશે અને તેને કેવી રીતે સુરક્ષિત કરવામાં આવશે તેની પણ ચર્ચા કરવામાં આવશે.