(સિટી ટુડે) સુરત,તા.૨૬
બહુજ ચર્ચીત કેસની વિગત એ રીતની છે કે, સુરત જીલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં તા.૨૮/૦૫/૨૦૨૪ ના રોજ ઈ.પી.કોડ ની કલમ–૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮,૪૭૧ તથા ૩૪ મુજબના ગુન્હો કુલ્લે છ (૬) આરોપીઓ વિરૂધ્ધ નોંધાયેલ હતો તે ગુન્હાના કામે આરોપી ઇમરાન ઈબ્રાહીમ સોની નાઓની તા.૨૯/૫/૨૦૨૪ ના રોજ ધરપકડ કરવામાં આવેલ હતી અને પોલીસ કસ્ટડી રીમાન્ડ બાદ તા.૪/૬/૨૦૨૪ ના રોજથી આરોપી જયુડી. કસ્ટડીમાં લાજપોર જેલ મધ્યસ્થ જેલ મુકામે હતા.
સદર ગુન્હાના કામે ચાર્જશીટ રજુ થઈ ગયા બાદ આરોપી ઇમરાન ઈબ્રાહીમ સોની નાઓએ જામીન ઉપર મુક્ત થવા માટે વકીલ ઝફર કે. બેલાવાલા નાઓ મારફત શહેર સુરતની પ્રીન્સી. ડીસ્ટી. એન્ડ સેશન્સ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી અને બન્ને પક્ષનાઓની સુનાવણીના અંતે નામંજુર કરવામાં આવેલ હતી ત્યારબાદ ઇમરાન ઈબ્રાહીમ સોની નાઓએ રેગ્યુલર જામીન ઉપર મુકત થવાને માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વકીલ ઝફર કે. બેલાવાલા નાઓ મારફત જામીન અરજી દાખલ કરતા સુનાવણી માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણીમાં આવતા નામદાર ગુજરાત હાઈકોર્ટે આરોપી ઇમરાન ઈબ્રાહીમ સોની નાઓને રેગ્યુલર જામીન ઉપર મુકત કરતો હુકમ કરેલ છે. આરોપી ઇમરાન સોની તરફે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સફળ ૨જુઆતો વકીલ ઝફર બેલાવાલા નાઓએ કરેલ છે.