(સિટી ટુડે) સુરત,તા.૨૭
બહુજ ચર્ચીત કેસની વિગત એ રીતની છે કે, તા.૦૭/૦૭/૨૦૨૩ ના રોજ ચાર ભારતીય નાગરીકો શારજહાં મુકામેથી સુરત મુકામે એર ઇન્ડિયા એકપ્રેસ ફલાઈટ દ્વારા સોનાની દાણચોરી કરતા હોવાની બાતમી મળેલ અને ચાર ભારતીય નાગરીકો સોલીડ/પેસ્ટ મારફત સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતારનાર છે અને તેઓ સોનાની દાણચોરી કરવાના ઈરાદાથી ઉતરવાના છે.” તેવી બાતમી મળેલ જે બાતમીના આધારે ડી.આર.આઈ.ના અધિકારીશ્રી નાઓએ તા.૦૮/૦૭/૨૦૨૩ ના રોજ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર શારજહાંથી સુરત મુકામે આવેલ એર ઇન્ડિયા ફ્લાઈટમાં મુસાફરી કરતા ચાર ભારતીય નાગરીકો ઉવેશ ઈમ્તીયાઝ શેખ, મોહંમદ શાકીબ મુસ્તાક અહેમદ આતશબાજીવાલા, યાસીર શેખ તથા મારૂફાબાનુ યાસીર શેખ નાઓ એરપોર્ટ ઉપર આવેલ અને તેઓની તપાસ કરતા મોહંમદ સાકીબ મુસ્તાક અહેમદ આતશબાજીવાલા નાઓ પાસેથી કુલ ૧૦૮૧૨.૦૬૦ ગ્રામ સોનું મળે આવેલ તથા ઉવેશ ઈતીયાઝ શેખ પાસેથી કુલ ૧૩૦૯૪.૦૯૦ તથા ૧૯૬૩૧. ૧૩૦ ગ્રામ સોનું મળી આવેલ. જે બાબતે કોઈ પાસ પરમીટ કે યોગ્ય પરવાનો મળી આવેલ નહીં જેથી ડી.આર.આઈ.ના અધિકારીશ્રી નાઓએ આરોપીઓની અટક કરેલ તથા આરોપીઓ વિરૂધ્ધ નં.DRI/AZU/SRU/B/INV-11/2023 થી ધી કસ્ટમ એક્ટ – ૧૯૬૨ ની કલમ- ૧૩૫(૧) (a) અને (b) તેમજ ૧૩૫ (૧) (1) (A)&(B) મુજબનો ગુન્હો દાખલ કરેલ અને તે ગુન્હામાં ડી.આર.આઈ.ના અધિકારીશ્રી નાઓ દ્વારા ધરપકડ થયેલ આરોપીઓની પુછપરછ કરતા આરોપી – શબ્બીરઅહમદ ઈસ્માઈલ હાટીયા નાઓનુ નામ તપાસમા ખુલેલ તે સંબંધે આરોપી- શબ્બીરઅહમદ ઈસ્માઈલ હાટીયા નાઓએ આગોતરા જામીન ઉપર મુક્ત થવાને માટે નામદાર સેશન્સ કોર્ટ સુરતમા, સીનીયર વકીલશ્રી કલ્પેશ એસ. દેસાઈ તથા ઝફર કે. બેલાવાલા નાઓ હસ્તક આગોતરા જામીન અરજી કરેલ.
આરોપી – શબ્બીરઅહમદ ઈસ્માઈલ હાટીયા તર્ફે સીનીયર વકીલશ્રી કલ્પેશ એસ. દેસાઈ તથા વકીલશ્રી ઝફર કે. બેલાવાલા નાઓની દલીલ એ રીતની હતી કે,
આરોપી – શબ્બીરઅહમદ ઈસ્માઈલ હાટીયા વેપાર ધંધો કરતા આવેલ હોય અને જહોનીસ્બર્ગ, સાઉથ આફ્રિકા મુકામે શાકભાજી વેચાણ કરવાનો ધંધો કરતા આવેલ.
ઉપરોક્ત ગુન્હાના કામે સ્થળ ઉપરથી ધરપકડ થયેલ ૪(ચાર) આરોપીઓના કબુલાતરૂપી નિવેદનમાં આરોપી શબ્બીરઅહમદ ઈસ્માઈલ હાટીયા નાઓનું કોઈ પણ જગ્યાએ જણાવવામાં આવેલ નથી.
હાલના ગુનાના કામે પાછળથી ધરપકડ થયેલ આરોપી નામે ફરહાન ઝાકીરહુસેન પટેલ નાઓના કબુલાતરૂપી નિવેદનમાં સૌ પ્રથમ વખત આરોપી – શબ્બીરઅહમદ ઈસ્માઈલ હાટીયા નાઓનુ નામ ખુલેલ અને આરોપી – શબ્બીરઅહમદ ઈસ્માઈલ હાટીયા નાઓને હાલના ગુનાના કામે સંડોવણી કરવામાં આવેલ.
ત્યારબાદ DRI ના ત.ક.અધિકારીશ્રી નાઓએ અન્ય આરોપી – ફરહાન પટેલના નિવેદનના આધારે આરોપી ફરહાન પટેલના નિવેદનના આધારે આરોપી – શબ્બીરઅહમદ ઈસ્માઈલ
હાટીયા નાઓના રહેઠાણના સ્થળે જઇ સર્ચ કરી પંચનામુ કરેલ.
સદર સર્ચ તથા પંચનામામાં આરોપી – શબ્બીરઅહમદ ઈસ્માઈલ હાટીયા નાઓના પત્ની – ઝેનબ હાટીયા નાઓએ સર્ચ તથા પંચનામા દરમ્યાન ડી.આર.આઈ.ના ત.ક.અમલદારને તપાસમાં સંપુર્ણ સાથ અને સહકાર આપેલ હતો.
આ સર્ચ તથા પંચનામાની કાર્યવાહી દરમ્યાન આરોપી – શબ્બીરઅહમદ ઈસ્માઈલ હાટીયા નાઓના ઘરમાંથી કોઈ ગુનાહિત ચીજવસ્તુ કે કોઇ કહેવાતી આક્ષેપિત બાબત ગોલ્ડ સ્મલીંગ બાબતેના કોઇ લેશમાત્ર પુરાવાઓ મળી આવેલ નથી.
હાલના ગુન્હાના કામે ધરપકડ થયેલ આરોપીઓ સાથે આરોપી – શબ્બીરઅહમદ ઈસ્માઈલ હાટીયા નાઓ કોઈપણ રીતે સંપર્કમાં ન હતા. હાલના આરોપી કોઈપણ રીતે હાલના ગુન્હાના કામે સંડોવાયેલા ન હતા.
આ ગુન્હાના કામે ધરપકડ થયેલ તમામ આરોપીઓને નામદાર ચીફ કોર્ટ, નામદાર સેશન્સ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ નાઓએ જુદા જુદા હુકમોથી જામીન ઉપર મુક્ત કરેલ છે. તે સંજોગોમાં સમન્યાયના સિધ્ધાંતો (લો ઓફ પેરીટી) ના આધારે હાલના આરોપીને આગોતરા જામીન ઉપર મુક્ત કરવો જોઈએ તેવી ભારપુર્વકની રજુઆત કરેલ હતી.
નામદાર સેશન્સ કોર્ટ, સુરત નાઓએ ઉપરોક્ત દલીલો તથા કેસ પેપર્સો ધ્યાને લઈ આરોપી- શબ્બીરઅહમદ ઈસ્માઈલ હાટીયા નાઓને આગોતરા જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવેલ.
આરોપી – શબ્બીરઅહમદ ઈસ્માઈલ હાટીયા નાઓ તર્ફે જામીન અરજીની સફળ રજુઆતો સીનીયર વકીલશ્રી કલ્પેશ એસ. દેસાઈ તથા વકીલશ્રી ઝફર કે. બેલાવાલા નાઓએ કરેલ છે.