(સિટી ટુડે) સુરત,તા.૨૭ શહેર સુરતના એ.સી.બી. પો.સ્ટે. સર્ન–૨૦૦૬ સાલના એક ગુન્હા આરોપીઓ નામે (૧) ભોળાભાઈ અમથાભાઈ પટેલ (૨) અરૂણભાઈ યશવંતભાઈ પાટીલનાઓ સામે દાખલ થયેલો હતો. ભોળાભાઈ અમથાભાઈ પટેલ સુરત મહાનગર પાલિકામાં લિંબાયત ઝોનમાં વોર્ડઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હતા. અને અરૂણભાઈ પાટીલનાઓ ખાનગી વ્યકિત હતા. ફરીયાદી યશરાજ ચિંતામણી મૌર્યનાઓએ તેમના ભાઈઓની મિલ્કત કે જે દિપક નગર સોસાયટીમાં નવા ગામ ડીંડોલી મુકામે આવેલી હતી, તે મિલ્કત ટ્રાન્સફર કરવાને માટે અરજી આપેલ હતી. આરોપી નં.૧ વોર્ડ ઈન્સ્પેકટર હોય તા.૦૪/૦૪/૨૦૦૬ ના રોજ મિલ્કતવાળા સ્થળ ઉપર નિરિક્ષણ માટે કરવા ગયેલા તા.૦૭/૦૪/૨૦૦૬ ના રોજ ફરીયાદીએ એ.સી.બી. પો.સ્ટે.માં ફરીયાદ આપેલી અને ફરીયાદ પક્ષના કેસ મુજબ રૂા.૫૦૦|- ની લાંચ પેટેની રકમ વોર્ડ ઈન્સ્પેકટ ભોળાભાઈ પટેલના કહેવાથી ખાનગી વ્યકિત અરૂણભાઈ પાટીલનાઓએ સ્વિકારેલ. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને સ્પે.એ.સી.બી. કેસ નં.૫/૨૦૦૭ સુરતની સ્પે.કોર્ટમાં સુનાવણી માટે આવેલ ઉપરોકત સ્પે.કેસ ચાલી જતાં અને બંને પક્ષનાઓની દલીલો બાદ શહેર સુરતના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબનાઓએ બંને આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે. બંને આરોપીઓ તરફે ઉપરોકત કેસમાં એડવોકેટ ગૌતમ દેસાઈ તથા ચેતના શાસ્ત્રી હાજર રહી કેસની સુનાવણી તથા દલીલો કરી હતી.