- તડકેશ્વરમાં આવેલી માતર ફેમિલીની જમીનમાં ધોરાજી મેમણ સમાજના સત્તાર હાજી હાસીમનું નામ કેવી રીતે દાખલ થઈ ગયું!
(સિટી ટુડે) સુરત. ૨૮
બનાવટી ખેડૂત બનવા માટે રેવન્યુ રેકર્ડમાં ચેડાં કરનાર દાદા કુટુંબના મોભીની અસલીયત બહાર આવી જતાં તબિયત ખરાબ થઈ ગઈ છે અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી રહી છે.
સામાજિક અગ્રણી અને ટોચના બિલ્ડર તરીકે ઓખળાતા ધોરાજી મેમણ સમાજના આરીફ દાદા અને તેના કુટુંબીજનોને બનાવટી ખેડૂત બનવાનું ભારે પડી જાય તેવા સંકેતો મળી રહ્યાં છે. રુપિયાથી ખરીદેલી જમીન તો સરકાર હસ્તક થઈ જ જશે પરંતુ સાથોસાથ કુટુંબના તમામ સભ્યોને જેલની હવા ખાવી પડશે તેવા સંજાેગો ઉપસ્થિત થઈ ગયા છે.અત્યંત મજબુત સબુત અને સરકારી રેકર્ડ પરથી માલુમ પડે છે કે દાદા કુટુંબના મોભીએ બનાવટી ખેડૂત બનવા માટે માતર ફેમિલીની જમીનમાં ખોટી રીતે નામ દાખલ કર્યું હતું અને તેને આધારે અસલી ખેડૂત બનવાનો ખેલ શરૂ થયો હતો પરંતુ પાપનો ઘડો છલકાય જ છે એ કહેવત આજે સાર્થક થઈ રહી છે એમ સોશિયલ એક્ટિવિસ્ટ શાકીર શેખ ઉર્ફે મસ્તાને જણાવ્યું છે.સચીન નજીક આવેલા પોપડા ગામની જમીન ખરીદવા માટે દાદા કુટુંબના મોભીએ સત્તાર હાજી હાસમના નામની હસ્તલિખિત બનાવટી એન્ટ્રી કરીને સરકારી રેકર્ડ સાથે ચેડાં કર્યા હતા એટલે ફોજદારી ગુનો પણ દાખલ થશે. બીજી તરફ બનાવટી ખેડૂત અંગેના સમાચાર વહેતા થતાં જ દાદા કુટુંબના મોભીની તબિયત લથડી પડી છે અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- મીડિયાથી ગભરાટ : સૂચક મૌન
રેવન્યુ રેકર્ડમાં ચેડાં કરનાર દાદા કુટુંબના સભ્યોએ ગંભીર મૌન ધારણ કરી લીધું છે અને મીડિયાના સવાલોથી બચવા માટે હોસ્પિટલનું બહાનું ધરી રહ્યાં છે. શહેરના પ્રતિષ્ઠિત કુટુંબના સભ્યો હોવાની ડિંગો હાંકનાર દાદા કુટુંબને કલેક્ટર કચેરીથી તેડાં માટે તડામાર તૈયારી ચાલી રહી છે. કલેક્ટરના પગથિયા ચઢતાં જ ખાખી પણ તેમની ધરપકડ કરશે એવી સંભાવના તીવ્ર બની છે.