- અડાજણ વિસ્તારમાં થઇ રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઇ મોટાકાંડને આમંત્રણ આપી રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે
(સિટી ટુડે) સુરત,તા.૨૮
અડાજણ વિસ્તાર હાલ યુએસડીટી માટે સૌથી વધુ બદનામ છે. અડાજણ વિસ્તારમાં યુએસડીટીનું વેપાર કરનારાઓ મોટી સંખ્યામાં જાેવા મળે છે. ગતરાત્રે અડાજણ વિસ્તારના ઝુંજનીયા નામના ઇસમ સાથે બનેલી ઘટનામાં રાંદેર વિસ્તારના એક વ્યક્તિએ યુએસડીટી ખરીદવા રાંદેર વિસ્તારમાં બોલાવ્યા બાદ કારમાં બેસાડી ઢોરમાર મારી વોલેટમાંથી મોટી સંખ્યામાં યુએસડીટી ટ્રાન્સફર કરી લીધા બાદ સરદાર માર્કેટ પાસે ગંભીર હાલતમાં છોડી ભાગી ગયા હોવાની વાત ચર્ચાઇ રહી છે. સ્થાનિકોની જણાવ્યા મુજબ, લાઇફ સ્ટાઇલ ખાતે રહેતા ઝુંજુનીયા પરીવારના એક ઇસમને રાંદેરના એક ઇસમ દ્વારા યુએસડીટીની ખરીદી કરવા રાંદેર બોલાવ્યા બાદ રોકડા પૈસા ગાડીમાં પડ્યા છે તેમ કહિ બરજબરી ગાડીમાં બેસાડી યુએસડીટી લૂંટી લઇ ઢોર મારમાર્યો હોવાનું જાણવા મળ્યું છે. અડાજણ વિસ્તારમાં જે રીતે યુએસડીટી, ગેંમીંગ ફંડ અને હવાલા કૌભાંડમાં મોટા પાયે લોકો સંકળાયેલા છે જેને લઇ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે જેના કારણે ભવિષ્યમાં અડાજણ વિસ્તારમાં કોઇ મોટો કાંડ સર્જાય તો નવાઇની વાત નહિં. ગતરોજ બનેલી આ ઘટના બાદ અડાજણ વિસ્તારમાં યુએસડીટીના કામ કરતા ઇસમનું અપહરણ કરાયું હોવાનું પણ ભારે જાેર પકડ્યું હતું.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાંદેર પોલીસને જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે.