- B Zગ્લોબલ એજ્યુકેશન કેમ્પસના ઉદઘાટનમાં સી.આર.પાટીલ, શિક્ષણમંત્રી,અન્ન નાગરિક પુરવઠા મંત્રી કેમ હાજર રહ્યાં?
- BZ મામલે હજુ પણ ગૃહરાજ્યમંત્રી એક પણ શબ્દ કેમ બોલતાં નથી?
(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૮
BZ સોલ્યુશનના કર્તાહર્તા ભુપેન્દ્રસિંહ ઝાલા ભાજપનું સભ્યપદ ધરાવે છે અને ભાજપાના અનેક નેતાઓ સાથે નિકટતા ધરાવતા હોય તે રીતે દશ્યમાન થઈ રહ્યાં છે. મ્ઢ સોલ્યુશનના ભુપેન્દ્રસિંહ ઝાલાને ૬,૦૦૦ કરોડના કૌભાંડના વિકાસ અંગે ભાજપા સરકાર જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના ગ્રોમોર એજ્યુકેશન કેમ્પસની ભાગીદારીથી મ્ઢ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસના ઉદઘાટનમાં ભાજપાનું વરિષ્ઠ નેતૃત્વ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર અને ભાજપાના મોટા નેતાઓ હાજર રહ્યા, બીઝેડ સોલ્યુશન દ્વારા આ એજ્યુકેશન કેમ્પસમાં ભાગીદારી કરવામાં આવી હતી, ભાજપ નો ખેસ પહેર્યા બાદ ભ્રષ્ટાચાર અને લૂંટ નું લાયસન્સ મળી જાય છે. નાના પરિવારોએ થોડી લાલચમાં પૈસાનું રોકાણ કર્યું હતું. પોન્ઝી સ્કીમ ના નામે રાજ્યભરમાં આવા ઘણા લોકો કાર્યરત છે.
ખ્યાતિ અને બીઝેડ મામલે હજુ પણ ગૃહમંત્રી એક પણ શબ્દ બોલ્યા નથી. ભુપેન્દ્રસિંહ ઝાલા ના સાઠગાંઠ ધરાવતા લોકો કોલ ડીટેલ અને તમામ સામે તપાસ કરવી જાેઈએ. ભુપેન્દ્રસિંહ ઝાલા ના વખાણ કરનારાઓની પણ તપાસ થવી જાેઈએ. ભાજપાના નેતાઓએ જ તેઓ એક ના ડબલ અને ડબલના ચાર ગણા કરવામાં નિષ્ણાંત છે તેવું જાહેરમાં નિવેદન કર્યું હતું. જાે ભુપેન્દ્રસિંહ ઝાલા જેવા લોકો અતિ હોશિયર હોય તો સરકારે આવા લોકોની નાણાંકીય સલાહ અને સેવા લેવી જાેઈએ. કોંગ્રેસ પક્ષની માંગ છે કે અનેક કાંડ અને કૌભાંડમાં ગળાડુબ ભાજપ શાસનમાં એકાદ કાંડ માં પણ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી લૂંટનો કારોબાર પર રોક લાગે. રાજકીય રક્ષણ આપનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે. સી.આઈ.ડી. (ક્રાઈમ) ૬૦૦૦ કરોડના કૌભાંડના બીઝેડ સોલ્યુશનના માલિક ભુપેન્દ્રસિંહ ઝાલા ભાજપાના સક્રિય કાર્યકર્તા છે. સામાન્ય-મધ્યમ વર્ગના હજારો નાના રોકાણકારો સાથે મોટી છેતરપીંડી જેમાં ૧૪,૦૦૦ કરતા વધુ રોકાણકારો ભોગ બન્યાની પ્રાથમીક માહિતી મળી રહી છે.
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા, ગુજરાત સરકારના વ્યાજ અંગેના કાયદાની પોલંપોલનો લાભ લઈ લૂંટનો કારોબાર ચાલે છે. એગ્રીમેન્ટના આધારે મોટા પાયે છેતરપીંડી છતા ભાજપ સરકારના મંત્રી-સંત્રી શા માટે આંખ આડા કાન કર્યા ?
કરોડો રૂપિયાના નાણાંકીય વ્યવહારમાં અનેક ભાજપાના આગેવાનોના આર્શિવાદથી જ ૬૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરાયું. વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૪ માત્ર પાંચ વર્ષમાં જ ઠગાઈની છેતરપીંડી ૧૦,૦૦૦ જેટલી માતબર ફરિયાદો નોંધાઈ છે. સામાન્ય-મધ્યમ વર્ગના પરિવારોને મોટી મોટી વળતરની યોજનાના નામે ૬૦૦૦ કરોડ કરતા વધુની રકમની ઠગાઈ આચરનાર બીઝેડ સોલ્યુશનના ભુપેન્દ્રસિંહ ઝાલાએ ગ્રોમોર ઈન્સ્ટીટ્યુશન નામે શૈક્ષણીક સંકુલમાં ભાગીદારી કરીને ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, શિક્ષણમંત્રી, પૂર્વ ગૃહરાજ્યમંત્રી, અન્ન નાગરીક પુરવઠા રાજ્ય મંત્રી, ભાજપાના ટોચના પદાધિકારીઓ-ધારાસભ્યઓ ઉપસ્થિતિમાં ૧૮ જાન્યુઆરી, ૨૦૨૪ના ઉદઘાટનના કાર્યક્રમો અંગે ભાજપા સરકાર કેમ મૌન છે ? તમામ બીઝેડ સોલ્યુશનના નામે ખુલ્લેઆમ વેપારની ઓફિસો જે અંગે સ્થાનિક તંત્રની મીઠી રહેમ નજર વિના કેમ શક્ય બને ? ગુજરાતમાં અનેક જીલ્લા-શહેરો અને નાના ટાઉનોમાં પોન્ઝી સ્કીમોના નામે ચાલતા લુંટના કારોબાર પર સખત કાર્યવાહી કરવામાં આવે જેથી ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના પરિવારો ભોગ બનતા અટકે.