- એક પૂકાર મિલ્લત કે નામ…, કૈસે તય હોગા અબ યે તારીક સફર, માશ્અલોં મે ભી અગર આગ પરાઈ હોગી.. : ખાદિમ લાલપુરી
- સંવૈધાનિક અધિકારો પ્રાપ્ત કરી કાયદાનું રાજ પુનઃ સ્થાપિત કરવા, નામદાર હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ દ્વારા કાનૂની લડત લડવા જ. સુહેલ તિરમીઝીનું આહવાન …
(સિટી ટુડે) સુરત,તા.૨૮
ગુજરાત ટુડેના ટ્રસ્ટી અને ગુજરાત હાઈકોર્ટના કાબેલ એડવોકેટ સુહેલ તિરમીજીએ જણાવેલ કે વર્તમાન સમયમાં સમાજના તમામ ધર્મ જાતિના લોકો અસલામતી અનુભવી રહ્યા છે. તમામ સમાજના ગરીબો અને વિશેષ કરીને દલિત અને મુસ્લિમોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે.
જ.સુહેલ તિરમીજીએ તેમના સંબોધનમાં જણાવ્યુ હતું કે માનવ અધિકારો માટે લડતા સિવીલ સોસાયટીના લોકોએ ગાંધીચિંધ્યા માર્ગે ન્યાયની લડાઈ લડવા માટે આગેવાની લેવી પડશે. વર્તમાન સરકાર પ્રજાને ન્યાય અને સદભાવના જાળવવામાં નિષ્ફળ નિવડી રહી છે. અમને ભારતીય ન્યાય પાલિકા પ્રત્યે સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે. સંવૈધાનિક અધિકારો પ્રાપ્ત કરી કાયદાનું રાજ પુનઃ સ્થાપિત કરવા, સામાજિક હિતોની રક્ષા કરી સમાજને ન્યાય અપાવવા માટે નામદાર હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ દ્વારા કાનૂની લડત લડવા દરેક સમાજના વકીલઓએ પોતાની ફી અને મહેનતાણાની પરવા કર્યા વગર કાનૂની લડત લડી પોતાનું યોગદાન આપવા ઈમાનદારીપૂર્વક આગળ આવવું પડશે. લઘુમતીઓને ખાસ ટાર્ગેટ બનાવી હિન્દુત્વ દ્વારા દેશમાં જે માહોલ સર્જાઈ રહ્યો આપણે જાેઈ રહ્યા છે. એ તેનો ઉપાય માત્રને માત્ર મુસ્લિમો માટે એક કાનૂની હથિયાર રહ્યું છે. અને આ માટે સમાજના નિખાલસ વકીલોએ આગળ આવવું પડશે.
સૌથી મોટી સમસ્યા એ છે કે સરકાર અને પ્રશાસન દ્વારા પ્રતાડિત થવા છતાં પોલીસ અને સરકારના ભયમાં પીડીતો કાનૂની લડાઈ લડવા આગળ આવતા નથી. સુપ્રિમકોર્ટે પણ કેસની સુનાવણી દરમ્યાન આ બાબતે ટકોર કરી છે કે જેમના પર અત્યાચાર કે અન્યાય થયો હોય તે માટે માત્ર સંસ્થાઓ જ આવે છે પરંતુ પીડીતો કેમ આવતા નથી આ એક ગંભીર બાબત છે. સુપ્રિમ કોર્ટમાં વારંવાર દેશના સોલીસીટર જનરલ તુષાર મહેતા પોતાની વાત મૂકે છે ત્યારે એક જ વાત કહે છે કે વિવિધ એનજીઓ અને સંસ્થાઓ લડાઈ લડવા સુપ્રિમ કોર્ટના દ્વાર ખટખટાવે છે પરંતુ પીડીતો આમાં પાર્ટી બનતા નથી. સમયની માંગ છે કે મુસ્લિમ સમાજના રાજકીય – સામાજિક અગ્રણીઓ અને માનવઅધિકાર માટે લડતી સંસ્થાઓ પીડીતોને હિંમત આપી કાનૂની લડાઈ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં લડવા તૈયાર કરવા જાેઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૦૨ ના તોફાનો પછી પીડીતોને ન્યાય અપાવવા માટે તિસ્તા સેતલવાડ, મુકુલ સિન્હા, સુહેલ તિરમીઝી એ લાંબી કાનૂની લડત લડીને દોષિતોને સજા અપાવી હતી અને અત્યાચાર કરનારા પોલીસ અધિકારીઓ સહિત રાજયના મંત્રી માયા કોડનાની સહિતને જેલમાં મોકલાનું કામ કર્યુ હતું.
પરંતુ દુઃખ સાથે કહેવુ પડે છે કે જે પીડીતોની લડાઈ તિસ્તા સેતલવાડ અને એડવોકેટ – સુહેલ તિરમીઝી એ લડી હતી. એડવોકેટ સુહેલ તિરમીજી કે જે પોતે ગુજરાત હાઈકોર્ટના જજ બની શકતા હતા તેમણે સમાજ ના પીડીતોને ન્યાય અપાવવા માટે પોતાના કેરિયરની કુરબાની આપી હતી. જ્યારે તિસ્તા સેતલવાડની સામે મુસ્લિમ સમાજના ગદારોએ પૈસા લઈને સરકારના ઈશારે ખોટી એફિડેવીટો કરી તિસ્તા સેતલવાડને બદનામ કરવાથી તે આજે પણ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે.
આંબેડકર કારવાં દ્વારા યોજાયેલ સંમેલનમાં જમીયત એ ઉલમા એ હિન્દ ના જનરલ સેક્રેટરી જ. મુફતી અબ્દુલ કયુમે સુ રત્નાબેન વોરા સાથે કાનૂની લડાઈ લડી હતી સુ રત્નાબેન વોરા એ દલિત મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી ગણાવ્યા હતા. ખૂબ જ ખુશી સાથે કહેવુ છે કે નામદાર સુપ્રિમ કોર્ટમાંથી છેલ્લા મહિનામાં ૩ જજમેન્ટ લઘુમતીઓને ભારત દેશમાં ન્યાયપ્રણાલિકા આજે પણ નિષ્પક્ષ રીતે સંવિધાનની રક્ષા દ્વારા લોકોને ન્યાય આપવાનું કાર્ય કરી રહી છે.
દા.ત. (૧) સુપ્રિમ કોર્ટ દ્વારા ગેરસંવૈધાનિક રીતે થતી બુલડોઝરની રાજનીતી સામે દિશાનિર્દેશ બનાવી કાનૂની પ્રક્રિયા કર્યા સિવાય અને બુલડોઝર ફેરવવા પર પ્રતિબંધ લગાવ્યું છે.
(૨) અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને કાયમ રાખવા આદેશ કર્યો છે.
(૩) ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં ચાલતા મદ્રેસા વૈધાનિક રીતે ચાલી રહ્યા છે અને તેમને ખોટી કનડગત ના કરવા આદેશ આપેલ છે.
એટલે કે એનો અર્થ એ થાય છે કે જ. સુહેલ તીરમીઝીએ સંવિધાનની રક્ષા અને દેશમાં કાનૂનનુ રાજ પુનઃ સ્થાપિત થાય તે માટે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવવા એ વર્તમાન સમયની માંગ છે.
ગુજરાતના સર્વ સમાજની ર્નિભયપણે હક્કની અવાજ બુલંદ કરતા કોમી એકતાના પ્રખર હિમાયતી, ત્રણ વખતના સિનીયર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આંબેડકર કારવાં સંમેલનમાં સંબોધન કરતા જણાવેલ કે જમીયત એ ઉલમા એ હિન્દ, જમાતે ઈસ્લામી સહિતની સંસ્થાઓએ ફેડરેશન બનાવી સંયુક્ત રીતે કાનૂની લડાઈ લડવાની વર્તમાન સંજાેગોની જરુરિયાત છે. હાલ ગુજરાતની ૬.૫ કરોડ ની જનતા ઉચ્ચ જ્ઞાતિઓના ગરીબો સહિત વિશેષ કરીને દલિત, આદિવાસી, ઓબીસી, મુસ્લિમ સમાજના લોકો અન્યાય, અત્યાચાર, બેકારી, મોંઘવારીથી ત્રસ્ત છે. હવે સમયની માંગ છે કે આપણે ધર્મ જાતિથી ઉપર ઉઠી સર્વે પીડીત સમાજના આગેવાનો એક થાય તેમજ સમાજને જાગૃત કરી દેશમાં સંવિધાનની રક્ષા, બિનસાંપ્રદાયિકતા, સામાજિક ન્યાય, સદભાવના સુદ્દઢ કરવા અને દેશમાં કાયદાનું રાજ પુનઃ સ્થાપિત કરવા આગળ આવે.
જ.શેખે આંબેડકર કારવાં સંસ્થાના પ્રમુખ સુ રત્નાબેન વોરા દ્વારા અન્યાય, અત્યાચાર સામે કાનૂની લડત લડવા પ્રતિબદ્ધતાની ભરપૂર પ્રસંશા કરી હતી.
પ્રો.નિસાર અન્સારી, મુફતી અબ્દુલ કૈયુમ, ઈકબાલ ર્મિજા, દિપસિહ ઠાકોર, ડો.નિતીન ગુર્જર, એડવોકેટ નરેન્દ્ર સોલંકી, પી.કે. કલાપીએ ગુજરાતની ૬.૫ કરોડ જનતા સહિત તમામ ધર્મ જાતિના ગરીબો, વિશેષ દલિત, મુસ્લિમ, આદિવાસી, ઓબીસી સમાજના ન્યાયિક અધિકાર મેળવવા, શાંતિ સદભાવનાનો માહોલ જાળવી રાખી એકજુટ થવા વિશેષ ભાર મૂકી આંબેડકર કારવાંના લડાયક નેતા સુ રત્નાબેન વોરાને સંપૂર્ણ સાથ સહકારની ખાતરી આપી હતી.
ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે મહત્વપૂર્ણ સામાજિક – ધાર્મિક સંસ્થાઓના માર્ગદર્શન અને વડપણ હેઠળ ગુજરાતના માનવ અધિકારોની લડાઈ લડતા સામાજિક આગેવાનો અને સોસ્યલ એકટીવીસ્ટોની મિટીંગનું આયોજન કરી સંવૈધાનિક ન્યાય, બિનસાંપ્રદાયિકતા, સામાજીક ન્યાય અને કાયદાનું રાજ પુનઃ સ્થાપિત કરવાની રણનીતી નક્કી કરવા ચર્ચા વિચારણા કરવામાં આવશે ..