(સિટી ટુડે) સુરત,તા.૨૯
અડાજણ જૈનબ હોસ્પિટલ પાસે લાઇફસ્ટાઇલ ફ્લેટ્સમાં રહેતો કાપડ માર્કેટમાં દલાલીનું કામ કરતો ૩૯ વર્ષીય યુવક મુસ્તકીમ અફજલ મોહમદ જુનજુનીયા દલાલીની સાથે બાઇનાન્સ એપ્લીકેશન પર યુએસડીટીમાં કોઇન ટ્રેડીંગનું પણ કામ કરે છે. તેને તેની સાથે ધંધો કરનાર મિત્ર વસીમે રાત્રે ૧૨ વાગ્યાના સૂમારે યુએસડીટી ટ્રેડીંગ માટે અડાજણ જૈનબ હોસ્પિટલ પાસે ઉભો રાખેલ અને કહેલ મારી ગાડીમાં બેસી જા પાર્ટી આવી રહી છે. તેની પાસે પેમેન્ટ લઇને આપુ છું તેમ કહેતા ફરીયાદી ગાડીમાં બેસી ગયો ત્યાં તરત જ લાલ કલરની બ્રેઝા ગાડીમાં આવેલ ચાર ઇસમો જેઓ એકબીજાને કૈલાશ, અશોક, હાદિર્ક તથા બંટી નામેથી બોલાવતા હતા, તેઓએ મુસ્તકીમના ગળા પર છરાં જેવું હથિયાર મુકતા ફરીયાદીનો મિત્ર વસીમ નાસી છૂટયો હતો.
લાલ કલરની બ્રેઝા લઇને આવેલ ચાર ઇસમોએ ફરીયાદી મુસ્તકીમને ઓલપાડ રોડ પર લઇ જઇ ગઢડાં-પાટા મારી તેના બાઇનાન્સ એકાઉન્ટમાંથી ૩૨૦૭૧ યુએસડીટી ટ્રાન્સફર કરાવી લીધેલ અને રોકડા ૧૮,૦૦૦ પણ કાઢી લીધેલ ત્યારપછી તેને લિંબાયત ઝોન ઓફિસ પાસે ગાડીમાંથી ઉતારી પોલીસ ફરીયાદ કરશે તો પતાવી નાંખવાની ધમકી આપી હતી અને મુસ્તકીમ જુનજુનીયા પર રિવર્સ કાર ચઢાવી જાનથી મારી નાંખવાનો પણ પ્રયાસ કર્યો હતો. અને નાસી છૂટયા હતા. જુનજુનીયાને ત્યાંથી એમ્બુલન્સ મારફતે જૈનબ હોસ્પિટલ ખાતે લાવી દાખલ કરાયો હતો. જયાં હાલ તેની સારવાર ચાલી રહેલ છે. ફરીયાદને આધારે પોલીસે આરોપીઓની શોધખોળ ચાલુ કરેલ છે.
- યુએસડીટીના ધંધામાં દલાલી કરતો વસીમને આરોપી કેમ નહિ બનાવાયો?
બુધવારની રાત્રીના સમયે બનેલી આ ઘટનામાં સમગ્ર અડાજણ વિસ્તારમાં ચકચાર મચવા પામી હતી. યુએસડીટીના ધંધા સાથે સંકળાયેલા અનેક લોકોમાં અપહરણ અંગેના મેસેજ વાયરલ થયા બાદ ડરનો માહોલ જાેવા મળ્યો હતો. મુસ્તકીમ જુનજુનીયા સાથે થયેલી અપહરણ સાથે લૂંટ અને જાનથી મારી નાંખવાની ઘટનામાં આરોપીઓ સાથે મળાવનાર વસીમ નામના ઇસમ પર પોલીસ ફરીયાદ દાખલ ન થતાં અનેક તર્કવિર્તક સર્જાઇ છે. પોલીસ દ્વારા ફરીયાદ દાખલ કરાતા સવાલો ઉભા થયા છે.