(સિટી ટુડે) સુરત,તા.૨૯
આરોપી પ્રતિકભાઈ રૈયાણી નાઓ વિરૂદ્ધ અલથાણ પો.સ્ટે.માં ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદની ટુંકી વિગતો ધ્યાને લેવામાં આવે તો આ કામનાં આરોપી પ્રતિકભાઈ રૈયાણીએ ફરીયાદીને તેઓની ફોરવ્હીલ કાર વેચાવી આપવાની વાત કરી ફરીયાદીનાં ઘરે જઈ પાર્ટીને ફોર વ્હીલ બતાવવા લઈ જવાના બહાને ફરીયાદીનાં ઘરેથી ફરીયાદીની BMW6X ફોર વ્હીલ જેનો રજી.નં. CH- 01-AE-6363 ચેસીસ નં. WBAFH62020LL71188 તથા એન્જીન નં. ૨૨૨૬૭૪૫૫ છે તે લઈ જઈ ફરીયાદીને જાણ કર્યા વગર વેચી દઈ ફરીયાદીને તેમની ફોર વ્હીલનાં નાણાં નહીં ચુકવી ફરીયાદી સાથે છેતરપીંડી કરેલ હોવાની હકીકત દર્શાવી ફરીયાદ આપેલ છે.
સદરહું ફ૨ીયાદનાં અનુસંધાને ત.ક. અમલદાર દ્વારા આરોપી પ્રતિક ઉર્ફે મયુર વિનુભાઈ રૈયાણીનાઓની ધરપકડ કરે તેવા સંજાેગો હોય આરોપી પ્રતિક ઉર્ફે મયુર વિનુભાઈ રૈયાણી નાઓએ તેઓનાં વકીલ નદીમ એચ. ચૌધરી નાઓ દ્વારા આગોતરા જામીન ઉપર મુકત થવા નામદાર સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ.
જે જામીન અરજીમાં આરોપી તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી નાઓની મુખ્ય રજુઆત એ રીતની હતી કે, હાલનાં ફરીયાદીએ અગાઉ પણ અલથાણ પો.સ્ટે.માં એક લેખિત અરજી કરેલ જે અરજીનાં કામે હાલનાં આરોપી પો.સ્ટે.માં રૂબરૂ હાજર રહી વખતો વખત નિવેદન લખાવેલ છે અને પોલીસ તપાસમાં પૂર્ણ સાથ સહકાર આપેલ છે અને જે સંજાેગોને ધ્યાને લઈ આરોપીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની જરૂરીયાત નથી. આ ઉપરાંત હાલનાં આરોપી વિરૂદ્ધ નોંધાયેલ ગુનાની જાેગવાઈઓ ધ્યાને લેવામાં આવે તો આજીવન કેદ કે દેહાંત દંડની સજાની જાેગવાઈ નથી અને કેસ ચલાવવાની સત્તા નામદાર જયુ.મેજી. કોર્ટને હોય અને ત્યાં કેસોનું ભારણ જાેતા કેસને ચાલતા ઘણો સમય જાય તેમ હોય જે મુદ્દાઓ નામદાર સેસન્સ કોર્ટ દ્વારા ઘ્યાને લઈ આરોપી પ્રતિક ઉર્ફે મયુર વિનુભાઈ રૈયાણી નાઓને આગોતરા જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે. આરોપી પ્રતિક ઉર્ફે મયુર વિનુભાઈ રૈયાણી નાઓ તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી નાઓએ નામદાર સેસન્સ કોર્ટમાં દલીલો કરેલ હતી.