આરોપીએ ઉતાવળે ભાડાના રૂમમાં કેટલાક પડોશીઓની હાજરીમાં અનૌપચારિક લગ્ન સમારંભ કરાવ્યો હતો
નાગપુર, તા.૩૦
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ ર્નિણયમાં કહ્યું હતું કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે સહમતિથી શારીરિક સંબંધ બાંધવો એ બળાત્કારની શ્રેણીમાં આવે છે. કોર્ટે નીચલી અદાલતના ર્નિણયને યથાવત રાખ્યો હતો જેણે દોષિતને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. જસ્ટિસ ગોવિંદા સાનપે ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) હેઠળ વૈવાહિક બળાત્કારના અપવાદો સગીરોને લાગુ પડતા નથી. “૧૮ વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે શારીરિક સંભોગ એ વૈવાહિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના બળાત્કાર છે,” આ મામલો ૨૦૧૯નો છે અને પીડિતા સગીર છોકરી હતી. તે વર્ધા જિલ્લાની રહેવાસી હતી અને ત્રણ-ચાર વર્ષથી આરોપીના સંપર્કમાં હતી. શરૂઆતમાં તેણે સતત આરોપીઓની કાર્યવાહીનો ઇનકાર કર્યાે હતો. પરંતુ આર્થિક સંકડામણના કારણે જ્યારે તે કામની શોધમાં બીજા શહેરમાં જતી રહી ત્યારે આરોપી તેની પાછળ ગયો. આરોપીએ તેને તેના કામના સ્થળે લઈ જવા અને તેને પાછી મૂકવાનું નાટક કરીને તેનો વિશ્વાસ જીતી લીધો. આ પછી તેણે પીડિતાને લગ્નનું ખોટું વચન આપી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. આ સંબંધના કારણે પીડિતા ગર્ભવતી બની હતી.આરોપીએ ઉતાવળે ભાડાના રૂમમાં કેટલાક પડોશીઓની હાજરીમાં અનૌપચારિક લગ્ન સમારંભ કરાવ્યો હતો. બાદમાં પીડિતાએ આ લગ્નને કાયદેસર રીતે અમાન્ય અને ઔપચારિકતા વગરનું ગણાવ્યું હતું. ગર્ભવતી બન્યા બાદ આરોપીએ પીડિતા પર ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું. તેણે બાળકની જવાબદારી લેવાનો ઇનકાર કર્યાે અને પીડિતા પર બેવફાઈનો આરોપ પણ લગાવ્યો. આખરે, ન્યાયની શોધમાં, પીડિતાએ વર્ધા પોલીસમાં ફરિયાદ નોંધાવી, જે પછી આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો.આ કેસમાં હાઈકોર્ટે સગીરના અધિકારોનું રક્ષણ કરતા કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે કહ્યું કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે સહમતિથી સેક્સ કરવું એ બળાત્કાર સમાન છે. દોષિતને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. નીચલી અદાલતે પણ આ સજા સંભળાવી હતી.આ ચુકાદો એક મહત્ત્વપૂર્ણ સંદેશ મોકલે છે કે કાયદો કોઈપણ પ્રકારની વૈવાહિક અથવા સામાજિક પરિસ્થિતિઓને બાળકીના અધિકારો અને સલામતી માટે બળાત્કાર માટે બચાવ બનવાની મંજૂરી આપશે નહીં. આ ચુકાદો માત્ર ન્યાય સુનિશ્ચિત કરતું નથી પરંતુ સમાજમાં જાગૃતિ ફેલાવે છે કે સગીરોનું જાતીય શોષણ કોઈપણ સંજાેગોમાં સ્વીકાર્ય નથી.