નવી દિલ્હી, તા.૩૦
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને કોંગ્રેસના વાંધા અંગે ચૂંટણી પંચે ૩ ડિસેમ્બર ૨૦૨૪એ દેશની સૌથી જૂની પાર્ટીના પ્રતિનિધિમંડળને આમંત્રણ આપ્યું છે. આ સાથે જ ચૂંટણી પંચે કોંગ્રેસની તમામ કાયદેસર ચિંતાઓની સમીક્ષા કરવા અને તેને વ્યક્તિગત રીતે સાંભળ્યા બાદ લેખિત જવાબ આપવાનું આશ્વાસન આપ્યું છે.
કોંગ્રેસને આપવામાં આવેલા પોતાના વચગાળાના જવાબમાં ચૂંટણી પંચે રાજકીય દળોની ભાગીદારીની સાથે પારદર્શી મતદાતા યાદીમાં અપડેટ પ્રક્રિયાને બેવડાવી છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે શુક્રવારે ચૂંટણી પંચને આવેદનપત્ર આપીને વિધાનસભા ચૂંટણી પરિણામોને લઈને પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. જેની પર હવે પંચે જવાબ આપ્યો છે.સાથે જ મતદાન ડેટા સંબંધિત કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાનો જવાબ આપતાં ચૂંટણી પંચે મતદાન ડેટામાં કોઈ વિસંગતિ ન હોવાનો દાવો કર્યો છે. પંચે કહ્યું છે કે આ તમામ ઉમેદવારોની પાસે મતદાન કેન્દ્ર અનુસાર ઉપલબ્ધ છે અને ચકાસાયેલું છે. સાંજે ૫ વાગ્યાના મતદાન ડેટા અને અંતિમ મતદાન ડેટામાં અંતર પ્રક્રિયાત્મક આધારે થાય છે કેમ કે પ્રિસાઇડિંગ ઓફિસર મતદાન ડેટાને અપડેટ કર્યા પહેલા મતદાનની નજીક ઘણા વૈધાનિક કાર્ય કરે છે.
આ પહેલા કોંગ્રેસે શુક્રવારે ચૂંટણી પંચને આવેદનપત્ર આપીને તાજેતરમાં જ થયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન અને ગણતરી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે આ મુદ્દે વ્યક્તિગત સુનાવણીની માગ પણ કરી હતી. કોંગ્રેસનો આરોપ છે કે મતદાતા યાદીઓથી મનમાની રીતે મતદાતાઓને હટાવવામાં આવ્યા અને દરેક વિધાનસભા વિસ્તારમાં ૧૦,૦૦૦થી વધુ મતદાતાઓને જાેડવામાં આવ્યા. પાર્ટીએ એ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રના મતદાતા ડેટા પર એક પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરે પણ સવાલ ઉઠાવ્યા છે.
પાર્ટીનું કહેવું છે કે ડેટા અપડેટ બાદ અચાનક ૧૦ લાખ વોટોનો વધારો થઈ ગયો હતો અને તે ચૂંટણી પંચથી તેનો જવાબ ઈચ્છે છે.ચૂંટણી પંચને આપવામાં આવેલા આવેદનપત્રમાં કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નિથલા, મહારાષ્ટ્ર, કોંગ્રેસ પ્રમુખ નાના પટોલે અને કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકે કહ્યું હતું કે મનમાની રીતે હટાવવા અને જાેડવાની આ પ્રક્રિયામાં જુલાઈ ૨૦૨૪થી નવેમ્બર ૨૦૨૪ની વચ્ચે મહારાષ્ટ્રમાં મતદાતા યાદીમાં લગભગ ૪૭ લાખ નવા મતદાતા સામેલ કરવામાં આવ્યા.
પાર્ટીએ દાવો કર્યો કે જે ૫૦ વિધાનસભા ક્ષેત્રોમાં સરેરાશ ૫૦,૦૦૦ નવા મતદાતા જાેડવામાં આવ્યા, તેમાંથી ૪૭ બેઠકો પર સત્તાધારી ગઠબંધન અને તેના સહયોગીઓએ જીત નોંધાવી. કોંગ્રેસે ચૂંટણી પંચ તરફથી જારી આંકડા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
પાર્ટીએ કહ્યું હતું કે ૨૧ નવેમ્બર ૨૦૨૪એ સાંજે ૫ વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં મતદાન ટકા ૫૮.૨૨% હતા, જે રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધી વધીને ૬૫.૦૨% થઈ ગયુ. આ સિવાય અંતિમ રિપોર્ટમાં ૬૬.૦૫% મતદાન નોંધવામાં આવ્યુ. આ મતગણતરી શરૂ થવાથી અમુક કલાક પહેલા જાહેર કરવામાં આવ્યુ. આવેદનપત્ર અનુસાર માત્ર એક કલાકમાં એટલે કે સાંજે ૫ વાગ્યાથી ૬ વાગ્યા સુધીની વચ્ચે લગભગ ૭૬ લાખ વોટ નાખવામાં આવ્યા.