(સિટી ટુડે ) સુરત : રામપુરા છડાઓલ ખાતે જમીઅત ઉલમાએ હિન્દ સુરત દ્વારા વિના મુલ્યે મેગા કેમ્પનું ભવ્ય આયોજન યોજવામાં આવ્યુ હતુ જે મેગા કેમ્પ માં ૬૮૭ રાશન કાર્ડ નાં ૩૪૩૫ કુટુંબનાં સભ્યો ઈ-દ્ભરૂઝ્ર ની નોંધણી કરાવી હતી તેમજ ૨૭૯ આયુષ્માન કાર્ડ.૪૩૨ નવા મતદાર કાર્ડ સુધારા વધારા, ૧૮૯ આવકનાં દાખલાનાં ફોર્મ-૧૪, આયુષ્માન વ્યવંદના કાર્ડની કામગીરી કરવામાં આવી હતી જે લોકસેવામાં સમર્પિત મેગાકેમ્પમાં સમગ્ર સુરત શહેરના તમામ ધર્મ અને જાતિના અંદાજે ૪૭૮૦ લાભાર્થીઓએ કેમ્પ નો લાભ લીધો હતો. સુરત શહેરનાં માજી.મેયર કદિર પીરઝાદાનાં સૌજન્ય થકી તેમજ પ્રોગ્રામ કન્વીનર અરશદ જરીવાલા અને સહ-કન્વીનર અસદ કલ્યાણી, સરફરાઝ ઘાસવાલા, ઐયુબ પટેલ, સલીમ પઠાણ, મુસ્તાક કાનુગા, કાદર સેલોત, વસીમ શેખ, સોહેલ શેખ, સાદિક અન્સારી, સોહેલ શેખ, ઇમરાન ઘોઘારી, સબ્બીર ગીલીટવાલા, હારુન બદાત સહિતનાઓ દ્વારા તેમજ કેમ્પમાં શહેરનાં રાજનેતીક નેતાઓ તથા સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓએ હાજરી આપી હતી.