(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૩
રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સ્ફોટક ખુલાસો કરતા જણાવ્યુ હતુ બી.ઝેડ સોલ્યુશન દ્વારા આચરાયેલા ૬૦૦૦ કરોડના કોભાંડમાં ભાજપ અને ભગીની સંસ્થાના લોકો આવા કૌભાંડીઓને સંરક્ષણ તો આપતા હતા અને તે લોકો આમાં ભાગીદાર અને એજન્ટ તરીકેની ભૂમિકા પણ ભજવતા દેખાય છે.
બી.ઝેડ સોલ્યુશનની ગાંધીનગરની ઓફિસના ઉદ્ઘાટન આમંત્રણ ને ગ્રાન્ડ ઉદ્ઘાટન ગણાવતી પત્રિકામાં બી.ઝેડ પોંઝી સ્કીમના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા જાેડે બીજા નામનો ઉલ્લેખ છે, તે નામ છે અમનસિંહ ચાવડા કોણ છે આ અમનસિંહ ચાવડા? ફેસબુક એકાઉન્ટમાં આ વ્યક્તિ દર્શાવે છે કે તે ભાજપ-સંઘની ભગીની સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો પૂર્વ પ્રદેશ સહમંત્રી છે અને વિદ્યાર્થી પરિષદમાં અનેક પ્રદેશ કક્ષાએ હોદ્દા લીધેલ છે. બી.ઝેડ સોલ્યુશન હેઠળની ઓફિસ ગાંધીનગરના સેક્ટર ૧૧ ખાતે વ્હાઇટ હાઉસ નામના બિલ્ડિંગના બીજા માળે ૨૦૭ નંબરમાં ૨૪/૫/૨૦૨૪ એ ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું. જાણવા મળે છે કે આ ઉદ્ઘાટનમાં અનેક સ્થાનિક ભાજપ અને વિદ્યાર્થી પરિષદના નેતાઓ હાજર રહ્યા હતા.
શું આ વ્યક્તિએ બી.ઝેડ સોલ્યુશનના કોભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ભાગીદાર છે કે એજન્ટ છે ? શું આ ઓફિસની પૂરતી તપાસ થઈ છે કે નહિ? આ ઓફિસ ગૃહ મંત્રી કાર્યાલય, વિધાનસભા અને પોલીસ સીઆઇડી ક્રાઇમ થી ખુબ નજીક આવેલી છે અને ચાલતા જવાય તેટલી દુર છે ત્યારે કોઈ નક્કર પગલાં લેવાયા છે કે નહિ તેની તપાસ થવી જાેઈ. ફેસબુકમાં કેટલાક ફોરેન ડેલીગેટ્સ જાેડે મોટી આલીશાન હોટેલમાં બી.ઝેડ સોલ્યુશનના ભૂપેન્દ્રસિંહ ઝાલા જાેડે મિજબાની કરતા ફોટો છે, તો શું એ નિર્દોષ નાગરિકોને વિદેશમાં પણ તેમનું મુડી રોકાણ હોય તેમ દર્શાવી પોંઝી સ્કીમમાં આકર્ષવા માટેનો કિમીયો કરવામાં આવ્યો હોય તેવુ લાગે છે.
ગુજરાત રાજ્યના ભાજપના નેતાઓ ડાયલોગ મારતા હોય છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહિ આવે, તો આ પ્રકારના ચમરબંધી જેમના ભાજપના મોટા નેતાઓ જાેડે ફોટા છે ત્યારે તેમની ઉપર ક્યારે પગલાં લેવામાં આવશે તે સવાલ થાય છે. કાયદાની બહાર રહીને ફાયદો મેળવનારા ઉપર ક્યારે દાખલારૂપ પગલાં લેશો ? ગાંધીનગરની ઓફિસના ગ્રાન્ડ ઓપનિંગના નામે , પોન્ઝી સ્કીમના નામે જે ગુજરાતીઓ છેતરાયા છે, તેમની મૂડી નું શું થશે હવે? જે લોકો ભાજપ કે તેની ભગિની સંસ્થા જાેડે જાેડાયેલા છે અને એજન્ટ કે ભાગીદારીની ભૂમિકામાં છે તેમની તાત્કાલિક તપાસ થાય અને દોષિત પુરવાર થાય તો કાયદાકિય પગલાં લેવા માં આવે તેવી ગુજરાત રાજ્યની સરકાર અને સી.આઈ.ડી. ક્રાઈમથી માંગ કરીએ છીએ. સી.આઈ.ડી. (ક્રાઈમ) ૬૦૦૦ કરોડના કૌભાંડના બીઝેડ સોલ્યુશનના માલિક ભુપેન્દ્રસિંહ ઝાલા ભાજપાના સક્રિય કાર્યકર્તા છે અને અમનસિંહ ચાવડા પણ સંઘ અને ભાજપ જાેડે સંકળાયેલો છે. સામાન્ય-મધ્યમ વર્ગના હજારો નાના રોકાણકારો સાથે મોટી છેતરપીંડી જેમાં ૧૪,૦૦૦ કરતા વધુ રોકાણકારો ભોગ બન્યાની પ્રાથમીક માહિતી મળી રહી છે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા, ગુજરાત સરકારના વ્યાજ અંગેના કાયદાની પોલંપોલનો લાભ લઈ લૂંટનો કારોબાર ચાલે છે.