(સિટી ટુડે) સુરત,તા.૦૭
મળતી માહિતી મુજબ ચિટીંગના ગુનામાં લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા ઇમ્તિયાઝ સદ્દામ પર ફરી બીજીવાર હુમલો થયો હોવાની વિગતો જાણવા મળી છે. ઇમ્તિયાઝ સદ્દામના ભાઇ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો મુજબ ઇમ્તિયાઝ સદ્દામને લોહી-લુહાણ હાલતમાં લાજપોર જેલના દવાખાનામાં સારવાર અર્થે લઇ જવાયો હતો.
લાજપોર જેલમાં હુમલો કરનારાઓને જેલ પ્રશાસન દ્વારા મેથીપાક આપવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. લાજપોર જેલમાં થયેલ ઇમ્તિયાઝ સદ્દામ પર હુમલો જેલ પ્રશાસન સામે અનેક સવાલો ઉભા કરે છે. જાે કે, આ મામલે લાજપોર જેલ પ્રશાસન દ્વારા કોઇ પ્તતિક્રિયા આપવામાં આવી નથી.
![લાજપોર જેલમાં ઇમ્તિયાઝ સદ્દામ પર જાન લેવા હુમલો ગળાના ભાગે ગંભીર રીતે કોઇ તિક્ષણ હથિયાર વડે હુમલો કરાયો](https://citytodaydaily.co.in/wp-content/uploads/2024/12/sadam.jpg)