- સુરત શહેર પોલીસ દ્વારા હવાલાનું મસમોટું રેકેટ ભાગાતળાવમાંથી ઝડપી પાડ્યું છતાં હવાલાનો કાળો કારોબાર હાલ પણ ધમધમી રહ્યું છે
- હુસેન-ડી સાથે સંકળાયેલ અન્ય કૌભાંડીઓની ટોળકીની તપાસ ગુપ્ત રાહે કરવામાં આવે તો શહેરમાં દિમકની જેમ ફેલાયેલ આ મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે
(સિટી ટુડે) સુરત.૧૧
સુરત શહેરમાં યુએસડીટી,હવાલા અને બોગસ એકાઉન્ટમાં ગેમીંગફંડ ઉતારવાના રવાડે ચઢેલા અનેક હર્ષદ મહેતાઓ હાલ પણ સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં સક્રિય હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સુરત શહેર પોલીસ દ્વારા ભાગાતળાવમાંથી મસમોટું હવાલા કૌભાંડ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પણ છેલ્ લા કેટલાક દિવસોથી તપાસ ઢીલી પડતા ફરી કૌભાંડીઓ પોતાનું કરતબ અજમાવી રહ્યા છે. આવોજ એક કિસ્સો લાલગેટ વિસ્તારમાં ચર્ચાઇ રહ્યું છે.
હુસેન-ડી નામના કૌભાંડી દ્વારા ગુજરાત અને ગુજરાત બહારના અનેક શહેરોમાંથી બોગસ એકાઉન્ટો લાવી દુબઇ, બેંગકોક, મલેશીયા તથા અન્ય દેશોમાંથી જુદા-જુદા બેંક એકાઉન્ટોમાં ગેમીંગ ફંડ ઉતારી યુએસડીટીમાં કન્વર્ટ કરી હવાલાનો કૌભાંડ રર્ચાઇ રહ્યો છે.માત્ર દેખાવ પુરતો મોબાઇલ ફોનોના નાના ધંધા સાથે સંકળાયેલ હોવાનું બતાવી લોકોની આંખોમાં ધુળ નાંખી કાળા કામો કરાઇ રહ્યા છે.
સરકાર વિરુદ્ધની ગેરપ્રવૃત્તિઓમાં સંકળાયેલ આ હુસેન-ડી નામના ઇસમે અત્યાર સુધી કેટલા લાખો કરોડોના હવાલાઓ ફરાવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ નીકળી આવે તેમ છે. હુસેન-ડી સાથે સંકળાયેલ અન્ય કૌભાંડીઓની ટોળકીની તપાસ ગુપ્ત રાહે કરવામાં આવે તો શહેરમાં દિમકની જેમ ફેલાયેલ આ મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે. સુરત શહેર પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઉંડાણપુર્વક તપાસ અનેક કાળાચોરોને બે નકાબ કરે તેમાં કોઇ બેમત નથી.