(સિટી ટુડે) સુરત,તા.૧૧
શહેર સુરત મુકામે છેતરપિંડીના કેસમાં શહેર સુરત ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુન્હા રજીસ્ટર નંબર : ૧૧૨૧૦૦૧૫૨૪૦૦૯૩/૨૦૨૪ ના કામમાં ઈ.પી.કોડની કલમ – ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબનો ગુન્હો તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ રજીસ્ટર્ડ કરવામાં આવેલ. જે ગુન્હાના કામની ફરીયાદમાં કનૈયાલાલ લાલભાઈ કોન્ટ્રાકટર નાઓને તહોમતદાર તરીકે દર્શાવેલ છે.
કનૈયાલાલ લાલભાઈ કોન્ટ્રાકટર નાઓ સંપુર્ણઃત પથારીવશ હોય અને વયોવૃદ્ધ ઉંમરના વ્યક્તિ હોય અને તેઓનું વજન ૧૪૭ કિલોગ્રામનુ છે જેને કારણે તેઓ ઘણી બધી બિમારીઓથી પિડાતા આવેલ છે તેમજ તેઓ મણકાની બિમારીથી પણ પિડાતા આવેલ છે અને બિમારીને કારણે તેઓ સંપુર્ણપણે પથારીવશ રહે છે અને તેઓ પોતાની રોજીંદી ક્રિયા પણ પોતે જાતે કરી શકતા નથી અને હાલન ચલન કરી શકતા નથી. તેઓને રોજીંદી ક્રિયાઓ કરવા માટે બે થી ત્રણ વ્યક્તિઓનો સહારો લેવો પડે છે અને તેઓ પાસે સતત એક વ્યક્તિની હાજરીની જરૂર પડતી આવેલ છે. તેમજ તેઓ છેલ્લા કેટલાક સમયથી શ્વાસની બિમારીથી પિડાતા આવેલ હોય અને તે અંગે સારવાર પણ લેતા આવેલ છે અને તેઓ ઉપરોક્ત બિમારી અંગે શહેર સુરત, મુંબઈ મુકામેના જુદા જુદા ડોક્ટર નાઓ પાસે સતત સારવાર લેતા આવેલ છે અને હાલમા પણ તેઓની સારવાર ચાલુ છે. વધુમાં ફરીયાદી દ્વારા કૌટુંબીક આંતરિક મતભેદો તથા દિવાની પ્રકારની તકરારને ખોટુ ફોજદારી સ્વરૂપ આપી કનૈયાલાલ લાલભાઈ કોન્ટ્રાકટર નાઓ વિરૂધ્ધ તદ્દન ખોટી હકીકતો વાળી હાલની આ ઉપરોક્ત જણાવેલ ફરીયાદ દાખલ કરાવેલ છે. તે ફરીયાદ ક્વોશીંગ યાને રદ કરાવવા માટે માટે કનૈયાલાલ લાલભાઈ કોન્ટ્રાકટર નાઓ તર્ફે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વકીલ રાજેશ ઓ. ગિડીયા તથા સુરત સ્થિત વકીલ કલ્પેશ એસ. દેસાઈ નાઓ હસ્તક સ્ક્વોશીંગ પીટીશન દાખલ કરવામા આવેલ. જે ક્વોશીંગ પીટીશન નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટીશ સાહેબ JUSTICE – M. R. MENGDEY સાહેબ નાઓએ કનૈયાલાલ લાલભાઈ કોન્ટ્રાકટર નાઓની ઉંમર અને મેડિકલ સ્થિતિ ધ્યાને લઈ “હવે પછીની સુનાવણી તારીખ સુધી કનૈયાલાલ લાલભાઈ કોન્ટ્રાકટર નાઓની ધરપકડ કરવી નહીં” તે મુજબનો હુકમ ફરવામેલ. અરજદાર કનૈયાલાલ લાલભાઈ કોન્ટ્રાકટર નાઓ તર્ફે નામદાર ગુજરાત હાઈકોર્ટના વકીલ રાજેશ ઓ. ગિડીયા તથા શહેર સુરત મુકામેના સીનીયર વકીલ કલ્પેશ એસ. દેસાઈ નાઓ સફળ કામગીરી કરવામાં આવેલ હતી.