(સિટી ટુડે) સુરત,તા.૧૧
વર્ષોથી ઉધના રેલ્વે સ્ટેશન ખાતે કોઈપણ પ્રકારનાં ધાર્મિક/સામાજીક ભેદભાવ વગર શ્રમિક રિક્ષા ચાલક તરીકે પોતાની/ભાડાની રિક્ષા ચલાવી અમારા પરિવારનું પેટિયું રળીયે છીએ.અમારા દ્વારા સ્થળ પર હરહંમેશ કાયદા વ્યવસ્થા સાથે ટ્રાફિક બાબતે સુવ્યવસ્થા બની રહે એવા અથાગ પ્રયાસો અમારા સૌના રહે છે.આજદિન સુધી સ્થળ પર અમો રિક્ષા ચાલકોની પોલીસ ચોપડે કાયદા વ્યવસ્થા બાબતે કોઈ એફ.આઈ.આર. નથી તેમજ અમો સૌ એકબીજાનાં ધર્મ અને સમાજ પ્રત્યે માન સન્માન જાળવતા છીએ પરંતુ ગત તા. ૯/૧૨/૨૦૨૪ નાં સોમવારે રાત્રે સુમા૨ે ૧૦.૩૦ કલાક આસપાસ ઉધના રેલ્વે સ્ટેશન ખાતે જી.આર.પી. પોલીસ કર્મી પ્રકાશ ફરજ પર હતા કે નહીં એ અમોને જાણ નથી પણ તેઓ હાજર હતા તે સમયે મુંબઈ થી આવતી ફલાયિગ રાણી ટ્રેન પ્લેટફોર્મ પર આવતા શ્રમિક રિક્ષા ચાલક આધેડવયનાં એવા સલીમ શાહ જેઓ દાઢી (ઈસ્લામિક ધર્મ પ્રમાણે સુન્નતે રસુલ)રાખે છે જ્યારે સ્ટેશનની કમ્પાઉન્ડમાં ફલાયિંગ રાણીનાં મુસાફરો માટે રિક્ષા બાબત પૂછતાછ કરવા ગયા તે સમયે સ્થળ પર હાજર પોલીસ કર્મી પ્રકાશ એ સલીમ શાહને અન્ય સાથી શ્રમિક રિક્ષા ચાલકોની ઉપસ્થિતિમાં સરા જાહેર અપશબ્દો કહ્યા તેમજ આવા અપશબ્દો ઓછા લાગતા હોય એમ પ્રકાશ એ સલીમને સીધા મુસ્લિમ સમાજ માટે પણ અપશબ્દો કહ્યા તથા બીજીવાર આવું કરે તો સલીમભાઇની દાઢી (સુન્નતે રસુલ) કાપવાની વાત કરીને પોતાની મુસ્લિમ વિરોધી કટ્ટર વિકૃત માનસિકતાનો પરિચય કરાવ્યું.
સરકારી વિભાગમાં ફરજ બજાવનાર સૌ કર્મીઓને ધ્યાને રહે છે કે,એની ફરજ દરમિયાન સૌ ધર્મ/સમાજ પ્રત્યે માન સન્માન જાળવવું.ક્યારે કોઈપણ ધર્મ/સમાજની લાગણી સરકારી કર્મી દ્વારા ન દુભાય એની ખાસ કાળજી રાખવાની તેમ છતાં જી.આર.પી.નાં પોલીસ કર્મી એવા પ્રકાશ ઘણીવાર પોતાની ફરજ દરમિયાન મુસ્લિમ સમાજનાં શ્રમિક રિક્ષા ચાલકો સાથે અંગત રાગદ્વેષ રાખે છે જે બાબતથી અમો ધણાં દુઃખી છીએ.અમારી આપ સાહેબને નમ્ર વિનંતી સાથે અરજ છે કે,આપના વિભાગમાં આવા કોમવાદી કટ્ટર માનસિકતા ધરાવતા પોલીસ કર્મીનાં કારણે સમગ્ર સ્ટાફની છબી બિનસાંપ્રદાયિક વિચારધારા ધરાવનાર સામાન્ય પ્રજાજનોમાં ખડાય છે જેથી કોમવાદી વલણ રાખનાર પોલીસ કર્મી પ્રકાશને તાત્કાલિક અસરથી એમની ફરજ પરથી સસ્પેન્ડ કરી એમને ઉધના રેલ્વે સ્ટેશન સિવાય અન્ય જગ્યા પર બદલી કરવા અસલમ સાયકલવાલા દ્વારા માંગણી કરવામાં આવી છે.