કાયદો-વ્યવસ્થા જાળવવાની પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા વાસ્તવિકતા અને સત્યથી વિપરીત
સમગ્ર રાજયની સાથે ગૃહમંત્રીના હોમ ગ્રાઉન્ડ સુરત -ડ્રગ્સ, બળાત્કાર, ખૂન, લૂંટફાટ, ધાડમાં અવ્વલ નંબર
(સિટી ટુડે) અમદાવાદ,તા.૧૧ તા. ૧૧ ડિસેમ્બર ૨૦૨૪ એ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વ હિન્દુ પરિષદના પાલડી મુકામે આવેલ કાર્યાલયમાં પ્રવચન આપતા એક જ સમાજને ટાર્ગેટ કરતાં જે નિવેદનો કર્યા છે તેની હું શપ્ત શબ્દો માં નિંદા કરુ છું. ગૃહમંત્રી એ લવ જેહાદ મુદ્દે કહ્યું કે કોઈ સલીમ પોતે સુરેશ બનીને છેતરપીંડી કરીને લગ્ન નહી કરી શકે તે ગૃહમંત્રીની વાત તદ્દન સાચી છે અને કોઈપણ છેતરપીંડી દ્વારા ધર્મ જાતિ છુપાવીને લગ્ન કરવુ એ ઘોર અપરાધ છે અને છેતરપીંડી દ્વારા પોતાની ધર્મ જાતિ છૂપાવીને લગ્ન કરનારા સામે કડક કાનૂની કાર્યવાહી દ્વારા સજા થાય તે યોગ્ય છે. પરંતુ અપવાદરુપ કિસ્સામાં વિશેષ ધર્મના વ્યક્તિ સામે થયેલ આક્ષેપોની સચોટ ખરાઈ અને સાચા કારણો ચકાસ્યા વિના સમગ્ર સમાજને લવજેહાદ સાથે સંલગ્ન કરવું એ કેટલું ઉચિત છે?
પ્રેમમાં અંધ યુવાધન કોઈ ધર્મ કે જાતિ જાેતા નથી. પ્રેમ માત્ર આકસ્મિક અને આવેગનું પરિણામ હોય છે. કાયદાએ પુત્ર વ્યક્તિને પોતાની મરજી મુજબ લગ્ન કરવા માટે અધિકાર આપ્યો છે, છતાં બંને સમાજને સામાજિક બદનામીના ભયે અને અન્ય બાળકો અને પરિવાર પર વિપરીત અસર ના થાય માટે કોઈપણ માતા-પિતા કે પરિવારને પોતાનું સંતાન ધર્મ પરિવર્તન કરી લગ્ન કરે તો તે સ્વીકાર્ય નથી હોતુ તે વાસ્તવિક છે. આ સામાજિક સમસ્યાના સમાધાન રુપે બંને સમાજના લોકો વિચારમંથન અને જનજાગૃતિ માત્રથી જ અટકાવી શકાશે.
પ્રેમ થયો ત્યારે ધર્મ છૂપાવ્યો હોય એ માનવામાં આવે તેવી બાબત છે પરંતુ લગ્ન સમયે તમામ બાબતો ખુલીને સામે આવતી જ હોય છે. પરંતુ અલગ ધાર્મિક માન્યતાઓ, રહેણી કરણી અને અલગ સંસ્કૃતિ ના કારણે પ્રેમ લગ્નો કરનારા યુગલોમાં જયારે આકર્ષણ ઓછું થાય અને પારિવારિક જીવનમાં વિક્ષેપ પડે ત્યારે પોતાની સાથે છેતરપીંડી થયાના આક્ષેપ થવાની પણ શક્યતા રહેલી છે. યુગલોમાં એકની પણ વાત સચોટ અને વાસ્તવિક હોય તો પણ એકાદ અપવાદ માત્ર કિસ્સા દ્વારા સમગ્ર મુસ્લિમ સમાજને લવજેહાદના નામે નિશાના પર લઈ જવાબદાર ઠેરવવું કેટલું વ્યાજબી છે?
સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર જાહેરમાં ભાજપની ભગીની કટ્ટરવાદી સંસ્થાઓ હિન્દુ યુવક જાે મુસ્લિમ દીકરી સાથે લગ્ન કરે તો રૂા. ૨.૫ લાખ ની રોકડ સહાય અને રહેવા માટે ઘરની સુવિધા આપવાની વાત કરી હિન્દુ યુવકોને મુસ્લિમ દીકરીઓ સાથે લગ્ન કરવા પ્રોત્સાહિત કરે છે, તેને ગૃહમંત્રી કવો જેહાદ કહેશે? ધર્મ વિશેષની દીકરી સાથે લગ્ન કરવા પ્રોત્સાહિત કરનારા લોકો સામે શું કાનૂની પગલા લીધા છે તે જણાવશો?
અમને મળેલ માહિતી અનુસાર માત્ર ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કલેક્ટર ઓફિસમાં લગ્ન નોંધણી અને ધર્મ પરિવર્તનની અરજીઓની ચકાસણી કરવામાં આવે તો લગ્ન નોંધણી વિભાગમાં નોંધાયેલા ૨૦૮ મુસ્લિમ દીકરીઓએ હિન્દુ ધર્મ અંગિકાર કરીને હિન્દુ યુવકો સાથે લગ્ન કર્યા છે, તે બાબતને કયો જેહાદ કહીશું? અગાઉ પણ જયારે લવજેહાદ અંગેનું બિલ ગુજરાત વિધાનસભામાં આવ્યું ત્યારે મેં ચર્ચા દરમ્યાન મુસ્લિમ દીકરીઓને ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવાના કિસ્સાઓની કલેકટર ઓફિસની ૧૦૩ જેટલી અરજીઓ તત્કાલિન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આપી ચૂકયો છું. ગૃહમંત્રી એ કચ્છ અને ગીર સોમનાથ જિલ્લાનો ઉલ્લેખ કરીને દાદાની બુલડોઝરની વાત કરતા જણાવ્યુ છે કે ગુજરાતમા દાદાનો બુલડોઝર ચાલતો જ રહેશે. દેશમાં સંવૈધાનિક રીતે કાનુનનું રાજ છે ત્યારે ગેરકાયદેસર અને સરકારી જમીનો પર થયેલા બાંધકામો અંગે કોર્ટનો કાનૂની પ્રક્રિયા નો અંતિમ આદેશ આવે તે પછી જ ડીમોલીશનની પ્રક્રિયા કરવામાં આવે તો તેની સામે કોઈને પણ વાંધો હોઈ શકે નહીં.
રાજય સરકાર ના અન્ય વિભાગો તેમજ મ્યુનિ. કોરપોરેશન દ્વારા જે જગ્યા નું ડીમોલીશન કરવાનું હોય તેના માટે સરકારની ગાઈડ લાઈન છે કે ૨૦૧૦ સુધીના સરકારી તંત્ર અથવા મ્યુનિ. કોર્પો. દ્વારા કરાયેલ સર્વેમાં તેમનું નામ હોવું જાેઈએ તેમજ રહેણાંકના પુરાવાના આધારે તેમને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડયા પછી જ ડીમોલીશનની કાર્યવાહી કરવાની હોય છે. શું રાજય સરકારે કચ્છ અને ગીર સોમનાથ સહિત સમગ્ર રાજયમાં સરકારી ગાઈડ લાઈનનું પાલન કર્યા પછી ડીમોલીશન કયું છે કે કેમ? ૯૦ ટકા કિસ્સાઓમાં તો ૫૦ વર્ષ કરતા વધુ સમયથી રહેતા, સરકારી સર્વેમાં નામ સહિત રહેઠાણના આધાર કાર્ડ, રાશન કાર્ડ, લાઈટ બીલ તેમજ ટેક્સ બીલ પણ મોજુદ હોવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય સદંતર સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ડીમોલીશનની કાર્યવાહી કરી છે. શું એક માત્ર કારણ એ છે કે તેઓ એક વિશેષ ધર્મ સાથે સંબંધ રાખતા હતા?
હાલમાં જ સર્વોચ્ચ ન્યાયાલયે ગેરસંવૈધાનિક રીતે બુલડોઝર બાબતે ગાઈડલાઈન રજૂ કરતા આદેશ આપ્યો છે કે ગેરકાયદેસર અથવા સરકારી જગ્યાનું ડીમોલીશન કરવાનો હોય તેમને પુરાવા અને દસ્તાવેજ રજૂ કરવાની પૂરતી તક આપવી જાેઈએ. ૧૫ દિવસની નોટિસ આપી એમાં જાે જગ્યા પર યોગ્ય દસ્તાવેજી પુરાવા આપવામાં નિષ્ફળ જાય અને તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દબાણ ગેરકાયદેસર પ્રસ્થાપિત થાય તો કાનૂનનું સન્માન કરતી કોઈપણ વ્યક્તિને ડીમોલીશનની પ્રક્રિયા સામે વાંધો હોઈ શકે નહી.
બીફ એક્સપોર્ટમાં ભારત વિશ્વમાં અગ્રસ્થાને છે. બીફ એક્સપોર્ટનો વેપાર બહુમતી હિન્દુ અને મુસ્લિમ દ્વારા કરવામાં આવે છે. ભાજપ દ્વારા બીફ એક્સપોર્ટર પાસેથી ઈલેક્શન બોન્ડના નામે અબજાે રુપિયાનું ચૂંટણી ફંડ ઉઘરાવવું શું એ ભાજપની બેવડી નિતી નથી દર્શાવતું?
ગૌવંશની કતલ કરનારા સામે સખત માં સન્ન કાનૂની કાર્યવાહી થાય તેની સાથે અમો સંમત છીએ. અમારા મોટાભાઈ સમાન હિન્દુ ભાઈઓની આસ્થા ગાય અને ગૌવંશ સાથે જાેડાયેલી છે અને ગાય અને ગૌવંશમાં લાખો દેવી દેવતાનો વાસ હોવાની ધાર્મિક આસ્થાનો મુસ્લિમ સમાજ પણ સહર્ષ સન્માન કરે છે. ગૃહમંત્રી એ ગૌ તસ્કરી પર વાત કરતા નિવેદન આપ્યુ કે ગૌ તસ્કરી કરનારા લોકોને પાઠ ભણાવવાની વાત યોગ્ય છે. મુસ્લિમ સમાજની પણ માન્યતા છે કે કોઈપણ સંજાેગોમાં હિન્દુ ભાઈઓની ધાર્મિક ભાવના સાથે જાેડાયેલ ગાય કે ગૌવંશ કે જે કાયદા દ્વારા પ્રતિબંધિત છે તેની કતલ કરવી એ થોર અપરાધ છે. કોઈપણ જગ્યાએ કાયદા દ્વારા પ્રમાણિત ભેસ, પાડો કે અન્ય કાયદેસરના પશુનો માંસ પણ પકડાય પછી તેને ચકાસણી માટે ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. ફોરેન્સીક લેબનો રીપોર્ટ આવતાં છ માસથી વધુ સમય જતો હોય છે. પરંતુ ફોરેન્સીક લેબોરેટરીનો રીપોર્ટ આવ્યા પહેલા જ સ્થાનિક પોલીસ દ્વારા ગૌમાંસ પકડાયું હોવાની જાહેરાત કરવી કેટલી વ્યાજબી છે? સરકારનું આ પગલુ ગેરજવાબદારીપૂર્વક અને અત્યંત નિંદનીય તેમજ હિન્દુ સમાજની ધાર્મિક ભાવના ભડકાવનારું અને બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરનારું છે.
હાલમાં જ એક માસ અગાઉ ગોધરાની સેશન્સ કોર્ટ દ્વારા ગૌમાંસ ની હેરાફેરી મામલે પકડાયેલા આરોપીઓને નિર્દોષ છોડતા આદેશમાં નોંધ્યુ હતું કે ફોરેન્સીક લેબોરેટરીના આધારે પકડાયેલ માંસ એ ગૌમાંસ નથી અને પોલીસ દ્વારા ખોટી ફરિયાદ કરવા બાબતે પોલીસ સામે પણ કાનૂની પગલાં લેવાનું જણાવ્યુ છે. ગૃહમંત્રી એ પોતે સ્વીયું છે કે છેલ્લા ૧ વર્ષમાં રાજયના ૮૪ મંદિરોમાં ચોરીની ઘટનાઓ બનવા પામી છે. ચોરીની ઘટનામાં માત્ર એક આરોપી મુસ્લિમ હોઈ તેને જ મુદ્દો બનાવવો કેટલુ ઉચિત છે. તેના નામની જાહેરાત કરવી તેમજ બાકીના ૮૩ મંદિરોમાં ચોરી કરનાર કોણ હતા તે છુપાવવું કેટલું યોગ્ય છે? મંદિરોમાં ચોરીની ઘટનાઓથી ફલિત થાય છે કે ગૃહમંત્રીના રાજ માં મંદિરો પણ સલામત નથી. ગુનેગારને કોઈ ધર્મ કે જાતિ હોતી નથી. મંદિર એ સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર છે. સમગ્ર રાજય સહિત સવિશેષ મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોમાં ચોરી, લૂંટ કરનારા નરાધમ ગુનેગારોને કડક સજા થવી જ જાેઈએ.