સુરત,તા.૩૧
સુરત શહેરમાં ઝોન -૪ પોલીસની થર્ટી ફર્સ્ટને લઈ મોટી કાર્યવાહિ કરી છે. ડીસીપી ઝોન – ૪ પોલીસે ૨૦૦થી વધુ દારૂ પીધેલા ઈસમોને પકડી પાડ્યા છે. અલથાણ, પાંડેસરા, ખટોદરા,વેસુ,ઉમરા, અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. પોલીસે દારૂના નશામાં છાકટા બનેલા પીધેલાઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ૨૦૦ થી વધુ ઈસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટ નો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવતા હોય છે પરંતુ આ થર્ટી ફર્સ્ટમાં અમુક દારૂડિયાઓ છાકટા બનીને ફરતા હોય છે. ત્યારે શહેર ઝોન -૪ પોલીસે વિવિધ વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરી દારૂડીયાઓને ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે. ઝોન -૪ પોલીસની હદમાં આવતા અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા, અઠવા પોલીસ મથકની હદમાં આવતા વિવિધ વિસ્તારોમાં પોલીસે ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂના નશામાં છાકટા બનેલા એક નહિ પરંતુ ૨૦૦થી વધુ ઈસમોને પકડી પાડયા હતા.
ગતરોજ સાંજના સમયથી ૩૧ ડિસેમ્બરની સવાર સુધી ઝોન-૪ના ડીસીપી વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા અને અઠવા વિસ્તારમાં દારૂડીયાઓને ડામવા માટે ખાસ ઝુંબેશ ચાલી હતી. આ કાર્યવાહીમાં પોલીસે દારૂના નશામાં છાકટા બનનાર વ્યક્તિઓને બ્રેથ એનેલાઈઝર મશીનના માધ્યમથી તપાસી ઝડપી પાડ્યા હતા. માત્ર ૧૦ કલાકની આ ઝુંબેશમાં ૨૫૦થી વધુની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી.