સ્લિપ આપ્યા વગર કલાકના ૫૦ રૂપિયા વસૂલતા પે એન્ડ પાર્કના કોન્ટ્રક્ટર સામે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ પગલાં લેવા કયાં મુહુર્તની રાહ જાેય છે
(સિટી ટુડે) સુરત,તા.૦૧
સુરત શહેરના લાલગેટ મેઇન રોડ પર આવેલ મનપા સંચાલિત પે એન્ડ પાર્કમાં કોન્ટ્રાક્ટર દ્વારા જાહેર રસ્તા પર ગેરકાયદેસર ગાડીઓ પાર્ક કરાવી પૈસા વસૂલતા હોવાની ફરિયાદ બાદ ‘સિટી ટુડે’ માં પ્રકાશિત થયેલા અહેવાલના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા પગલાં લેવાતા જાહેર રસ્તા પર ગેરકાયદેસર પાકિર્ંગ બંધ કરી દેવામાં આવ્યું. સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા આ પે એન્ડ પાર્કમાં સ્લિપ આપ્યા વગર કલાકના ૫૦ રૂપિયા ગાડીઓના વાયપર પર સમય લખી ઉઘાડી લૂંટ કરવામાં આવતા છતાં 31stની રજાના મૂડમાં બેસેલા સેન્ટ્રલ અધિકારીઓ કાર્યવાહી કરવામાં મૂડમાં દેખાતા નથી.
યૂનિફોર્મ વગર અન્ય રાજયમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતાં લોકો પાસે આ પાકિર્ંગ નું સંચાલન કરવામાં આવતું હોવાની વાત લોકમુર્ખ ચર્ચાઇ રહી છે. આપ પાર્ટીના કોર્પોરેટરો પણ ગેરકાયદેસર પાકિર્ંગના વહીવટ અંગે અનેકવાર ફરિયાદો કરતા જાેવા મળે છે. પણ આ પાકિર્ંગ બાબતે આપ પાર્ટીના કોર્પોરેટરોને પણ ફરીયાદ કરવાનો સમય દેખાતો નથી. સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ઉઘરાણા બાબતે પોલીસ ફરીયાદ દાખલ કરી દાખલારૂપ કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.