રાદડિયા જીત થતા ભાજપનું બીજું જૂથ મેદાને પડ્યું
અમદાવાદ, તા.૧૧
ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડકો થયો છે. મેન્ડેટ ન મળ્યા હોવા છતાં રાદડિયા જીત થતા ભાજપનું બીજું જૂથ મેદાને આવ્યું છે. હવે રાજકોટ ભાજપના અગ્રણી અને સહકારી નેતા બાબુ નસીતે જયેશ રાદડિયા સામે પગલાં લેવાની માંગ કરી છે.
બાબુ નસીતનું કહેવું છે કે, રાજકોટ લોધિકા સંઘમાં મેન્ડેટ હોવા છતાં મારા વિરુદ્ધ પગલાં લીધા હતા. મારા સામે તરત જ પગલાં લેવાયા હતા એવી રીતે જયેશ રાદડિયા સામે પગલાં લેવામાં આવે. આ સાથે સહકારી સંસ્થામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની બાબુ નસીતે દાવો કર્યો છે. સાથે જ ભાજપ વિરુદ્ધ જઈ અને કામ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સહકારી આગેવાન બાબુ નસીતનો ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ઇફ્કોની ચૂંટણીમાં જયેશ રદડિયાએ ભાજપ વિરુદ્ધ જઇ ચૂંટણી લડી છે. જયેશ રાદડિયાને મત આપનાર સભ્યો સામે પ્રદેશ અધ્યક્ષ પગલાં લે તેવી મારી માંગ છે. રાજકોટ લોધિકા સંઘમાં મેન્ડેડ હોવા છતાં મારા વિરુદ્ધ પગલાં લીધા હતા. આજે પણ સહકારી ક્ષેત્રમાં ભાજપ-કોંગ્રેસનું ઇલું ઇલું ચાલે છે. ડો. ડાયાભાઈ પટેલ અને મહમદ પીરજાદા બંને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના સભ્યો છે. આ બંને સભ્યો કોંગ્રેસના છે અને ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. અમારા સામે જેવી રીતે પગલાં લેવાયા તેવી જ રીતે આ લોકો સામે પણ પગલાં લેવાય. જયેશ રાદડિયા સામે પાર્ટીએ પગલાં લેવા જોઈએ. સહકારી સંસ્થાઓમાં ભાજપના નેતાઓ જેઓ કોંગ્રેસમાંથી આવ્યા છે તે ભ્રષ્ટાચાર કરે જ છે. ભાજપ વિરુદ્ધ જઈ અને કામ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.