(સિટી ટુડે) સુરતઃ ૨૬ જાન્યુઆરી દિવસ ની ઉજવણી રૂપે ફુલવાડી વિસ્તારમાં ધ્વજવંદન સાથે ભાઇચારાના ભાવ સાથે નીકળેલ તિરંગા એકતા રેલીમાં શાન વધારવા પધારેલ સુરત શહેર પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત માજી.મેયર અને હિન્દુ મુસ્લિમ એકતા નાં પક્ષકાર જનાબ કદિર પીરઝાદા હિન્દૂ મિલન મંદીરના અમરીશાનંદ મહારાજ અને પદ્મ યજદી કરંજીયા, ડીસીપી ઝોન-૩ પીનાકીન પરમાર તથા લાલગેટના પીઆઇ ચૌધરી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી લાલગેટ વિસ્તારમાં રેલી નિકાળવામાં આવી હતી. તિરંગા એકતા રેલી માં પધારેલા મહેમાનો આયોજકો અને સૌ દેશભક્તો નું હિન્દુ મુસ્લિમ એકતા નાં ભાવ અને દેશ ભક્તિનાં લગાવ સાથે મહેમાનું સ્વાગત કરવા ખુબજ મોટી સંખ્યામાં માતાઓ. બહેનો યુવાઓ હાજર રહ્યા હતા.
તિરંગા એકતા રેલીનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
તિરંગા એકતા રેલીમાં પધારેલા મહાનુભાવોનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, વેડરોડ ખાતે અરશદ જરીવાલાની ટીમ દ્વારા સ્વાગત કરી સન્માિર્નત કરાયા હતા. ત્યારબાદ મુસ્લિમ સમાજના અગ્રણી મોહસીન મિરઝા તથા મિરઝા ગ્રુપ દ્વારા પમ્પીંગ સ્ટેશન પાસે રેલીનું સ્વાગત કરવામાં આવ્યંુ હતું.