અમદાવાદ,તા.૧૨
અમદાવાદની સ્કૂલ બાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોઇ અજાણ્યા ઈ-મેઇલ આઇડી પરથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. આજરોજ બપોરના સમયે અજાણ્યા ઇ-મેઇલ આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પણ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
આ પહેલા ડિસેમ્બર, 2023માં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ પોલીસને મળતા પોલીસ દોડતી થઈ હતી. આ ધમકીભર્યા ઇ-મેઇલ બાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે પ્રાથમિક તપાસમાં એરપોર્ટ પર બોમ્બ હોવાની વાત માત્ર એક અફવા હોવાનું સામે આવ્યું હતું. જો કે, અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવીની ધમકી આપતો એક ઇ-મેઇલ શહેર પોલીસને મળ્યો હતો. આ ઇ-મેઇલ આવ્યા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, પ્રાથમિક તપાસમાં એરપોર્ટ પર કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. આ મામલે હવે એરપોર્ટ પોલીસે અફવાને લઈને ફરિયાદ નોંધી હતી.
તાજેતરમાં જ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું હતું. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના આગલા દિવસે એટલે કે 6 મે, 2024ના રોજ અમદાવાદની 36 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઇ-મેઈલ દ્વારા ધમકી મળી હતી. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ કર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે પણ ઘટનાસ્થળે ચેકિંગ કર્યું હતું. જો કે, તપાસમાં પોલીસને કંઈ મળ્યું નહોતું. જો કે, આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઇ-મેઇલ પાકિસ્તાનથી થયો હોવાનો દાવો કર્યો છે. અગાઉ રશિયન ડોમેનનો દાવો કરવામાં આવ્યો હતો.
પોલીસે જાહેર કર્યું હતું કે, 7 મેના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ શહેરમાં મતદાન કરવા માટે આવવા હતા. જેના એક દિવસ પહેલાં એટલે કે, 6 મેના રોજ અમદાવાદ શહેરની 32 સ્કૂલ અને અમદાવાદ ગ્રામ્યની 4 સ્કૂલ મળી કુલ 36 સ્કૂલમાં બોમ્બ વિસ્ફોટ કરવા અંગેના ધમકીભર્યા ઇ-મેઇલ આવતા સ્કૂલો તરફથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આમાં મોટાભાગની સ્કૂલમાં ચૂંટણીના બૂથ પણ આવેલાં હતાં. આથી તમામ સ્કૂલોમાં BDDS, DOG સ્કોડ, સાયબર ક્રાઈમની ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. જેનાથી ફલિત થાય છે કે, માત્ર લોકોમાં ભયનો માહોલ ફેલાવવા માટે જ આ ઇ-મેઇલ કરવામાં આવ્યા હતા.