હૈદરાબાદ, તા.૧૩
હૈદરાબાદ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર માધવી લતાએ મતદાન કેન્દ્ર પર મુસ્લિમ મહિલાઓના બુરખા ઉઠાવીને ચેક કરતા વિવાદ થયો છે. આ કેસમાં તેમની સામે માલકપેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લતાની સામે આઈપીસીની કલમ ૧૭૧સી, ૧૮૬, ૫૦૫(૧)(સી) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૧૩૨ હેઠળ કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે માધવી લતાનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ મતદાન કેન્દ્ર પર મુસ્લિમ મહિલાઓની તપાસ કરતા દેખાઈ રહ્યાં છે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે. માધવી લતા મતદાન કેન્દ્રની અંદર મુસ્લિમ મહિલાઓને બુરખો હટાવવા માટે કહી રહી છે અને તેમની ઓળખ પત્રની તપાસ કરતા જાેવા મળી રહી છે. એટલું જ નહીં તેઓ મહિલાઓને પોતાની ઓળખ બતાવવા પણ કહી રહ્યા છે.