સુરત,તા. ૧૫
બાળકને બ્રેઇનવોશ કરવાના વિવાદનો વધુ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. બે દિવસમાં જ આવી એક સરખી ઘટના બનતા લોકોમાં ભારે ચકચાર મચી છે અને લોકો સ્વામીનારાયણ સંપ્રદાય પર આક્ષેપ લગાવી રહ્યાં છે. જેમાં સુરતમાં ૧૭ વર્ષના સગીરને બળજબરીથી સાધુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવો પિતાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પુત્ર ગુમ થતા પિતાએ ફરિયાદ નોંધાવી હતી. પિતા દ્વારા વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય પર આક્ષેપ લગાવવાવામાં આવ્યા છે કે પુત્રનું બ્રેઈનવોશ કરી દીધું છે. હાલ આ મામલે હાલમાં સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને મામલે થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે.
સુરતમાં સિલ્વર ચોક ખાતે આવેલ વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યુ છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાધુ બનાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સગીર યુવકને સાધુ બનાવ્યાનો આરોપ પરિજનોએ લગાવતા સમગ્ર વિવાદ સામે આવ્યો છે. ૧૭ વર્ષ અને ૧૦ મહિનાના સગીરને સાધુ બનાવ્યાનો પરિવાર જનોનો ગંભીર આરોપ.
આ બનાવની વાત કરીએ તો, સુરતમાં ૧૭ વર્ષનો સગીરનો વર્ષ છેલ્લા થોડા સમયથી ગુમ હતો. પુત્ર ગુમ થતા ૧૪ એપ્રિલ ૨૦૨૪એ રોજ સુરતના સરથાણા પોલીસમાં દીકરીના ગુમ થયાની પિતાએ ફરિયાદ લખાવી હતી. આ ઘટનાંને પગલે પુત્ર ગુમ થતા પિતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુસાલા સામે આવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુસાલા સામે આવ્યા છે.