અમદાવાદ, તા.૧૬
શિસ્તબધ્ધ ગણાતા ભાજપમાં જયેશ રાદડિયાએ પક્ષના મેન્ડેટ સામે પડીને વિજય મેળવ્યો તે સમગ્ર ઘટનાક્રમથી કેટલાક મોવડીઓ ભલે નાખુશ હોય પણ અંદરખાને ભાજપમાં અન્યાય અનુભવતા અનેક ધારાસભ્યો-અગ્રણીઓ રાજી ના રેડ છે.
એમ કહીયે તો ખોટું નથી કે, ભાજપ ના જ નેતાઓ કહી રહ્યા છેકે, સંઘાણી – રાદડિયા તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે. જેના કારણે ભાજપ ના અંદરખાને બળવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
કેટલાક સમયથી શિસ્ત અને મોવડી મંડળના આદેશના નામે મંત્રી મંડળ કે સંગઠનમાં મૂળ કોંગ્રેસીઓને મહત્વના પદે બિરાજમાન કરી દેવાયા છે જેથી ભાજપ માં એક મોટો વર્ગ પ્રદેશ નેતાગીરી થી નારાજ છે.
હવે રાદડિયાએ પોકારેલા બંડને લીધે સાઈડ લાઈન થયેલા નેતાઓ ખુલીને બહાર આવ્યા છે. ઇફકોની ચૂંટણી ને ભાજપમાં મોટો વર્ગ અશિસ્ત નહીં પણ પક્ષની આંખ ખોલનારી ઘટના ગણાવી રહ્યા છે.
મૂળ કોંગ્રેસીઓ ને રાતોરાત વધુ મહત્વ આપવું, ગુણવત્તા ન હોય છતાંય સંગઠન કે સરકારમાં મહત્વના સ્થાન આપવું. ભાજપ ને ભારે પડી રહ્યું છે.
વડોદરામાં લોકસભાની ટિકિટ રંજનબેન ભટ્ટને અપાઇ અને ઉગ્ર વિરોધ થતા બદલવી પડી ત્યાંથી વિરોધની આગ ભડકી છે જે હજુ ઠરી નથી. ૨૦૨૨ની ચૂંટણી પછીના નવા મંત્રી મંડળમાં સ્થાન ન અપાયું ન ત્યાર થી રાદડિયા નારાજ ચાલી રહ્યા છે. જાે ઇફ્કોના ડિરેક્ટર પદમાંથી પણ પત્તુ કપાશે તો ધીમે ધીમે સક્રિય રાજકારણમાંથી આઉટ થઇ જશે તેવો ભય રાદડિયા ને સતાવી રહ્યો હતો. એટલે જ તેમને ભાજપ સામે શીંગડા ભેરવ્યા છે.
ભાજપના સંગઠનના એક ચોક્કસ જૂથ હવે રાદડિયા ને પ્રમોટ કરી રહ્યું છે. સહકારી ક્ષેત્ર માં પાટીલ ની મનમાની નહિ ચાલે તે આ ઘટનાક્રમનો સ્પષ્ટ સંકેત છે. રાદડિયા સાથે કેટલો મોટો વર્ગ જાેડાયેલો છે તે ભાજપના ગુજરાતથી લઇને દિલ્હી સુધીના નેતાઓને પણ દેખાઇ આવ્યું છે. રાદડિયાએ તેમના પક્ષે ખાસી ચોખવટ પણ કરી છે. હવે ભાજપની નેતાગીરી રાદડિયા સહીત ટોચના પાટીદાર નેતાઓ સામે અશિસ્ત સામે પગલા લઇ શકવા અશક્તિમાન છે કેમ કે, ભાજપ માંથી કેટલા ને સસ્પેન્ડ કરાશે?